સીરોમણી અકાલી દળનાં સાંસદ કોંગ્રેસમાં જોડાયા

0
14

ફિરોઝપુર,તા.૫
પંજાબનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પંજાબમાં સીરોમણી અકાલી દળનાં સાંસદ કોંગ્રેસમાં જાડાઇ ગયા છે.
પંજાબનાં ફિરોઝપુરનાં સાંસદ શે સિંઘ ઘુબાયા મંગળવારે રાહુલ ગાંધીને મળ્યા હતા અને વિધીવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. આ પહેલા તેમણે, સોમવારે સીરોમણી અકાલી દળમાંથી રાજીનામું આપી દીધુ હતું.
શેર સિંઘ રાહુલ ગાંધીને મળ્યા ત્યારે પંજાબ કોંગ્રેસ પ્રમુખ સુનિલ કુમાર જોખર અને પંજાબ કોંગ્રેસનાં પ્રભારી આશા કુમારી તેમની સાથે હાજર રહ્યા હતા.
કોંગ્રસે પ્રમુખ રાહુલ ગાંધીએ અકાલી દળનાં સાંસદનું કોંગ્રેસમાં સ્વાગત કર્યુ હતુ અને કોંગ્રેસ પાર્ટીએ તેના ઓફિસીયલ ટ્‌વીટર પણ લખ્યુ કે, અને તેમને શુભકામના પાઠવીએ છીએ”.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ફિરોઝપુર લોકસભા બેઠક માટે શેર સિંઘને કોંગ્રેસ ટિકિટ આપે તેવી પૂરી કિયતા છે.
મહત્વની વાત છે કે, છેલ્લા ચાર દિવસમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સનાં બીજા સાંસદ કોંગ્રેસમાં જાડાયા છે. આ પહેલા, ગયા શનિવારે ભાજપનાં સાંસદ સાવિત્રી બાઇ ફૂલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધીયાની હાજરીમાં કોંગ્રેસમાં જાડાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY