પરીક્ષાને લઇને બોર્ડે માર્ગદર્શિકા જાહેર કરી

0
7

વિદ્યાર્થી ઉત્તરવહી પર પ્રતિક દોરશે કે ચલણી નોટ મૂકશે તો કાર્યવાહી કરાશે
વડોદરા,તા.૫
૭ માર્ચથી ધો-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન આપવું જરૂરી છે. બોર્ડની પરીક્ષા દરમિયાન પેપરમાં શું લખાય છે, પેપર આપતાં વર્તણૂંક કેવી રાખવી અને શું કરવાથી બોર્ડની કમિટી સમક્ષ હાજર રહેવાનો વારો આવી શકે છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં ૩૨ મુદ્દા આવરી લેવાયા છે. આ મુદ્દાઓમાં જa વિદ્યાર્થી ઉત્તરવહી પર ભગવાન કે અન્ય કોઇનું નામ લખે કે કોઇ પણ પ્રકારના પ્રતિક કે વિશેષ અંકનો ઉપયોગ કરે, ઉત્તરવહીને નિયત દોરાથી ન બાંધે તો પણ શિસ્તભંગ અંતર્ગત બોર્ડની કમિટી સમક્ષ સુનાવણીમાં હાજર થવું પડશે.
વિદ્યાર્થી સ્ટિકર લગાવવાનો પ્રયાસ કરે તો તેની પરીક્ષાનું પરિણામ રદ થશે. આ ઉપરાંત પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓએ જાતે જ પોતે જે બેન્ચ પર બેસીને પરીક્ષા આપે છે, તેના પર કોઇ જાતનું લખાણ હશે, તો તેનું ધ્યાન ખંડ નિરીક્ષકને દોરવાનું રહેશે. કારણ કે, જા આવા સાહિત્યમાંથી લખ્યું હશે, તો પરિણામ રદ કરીને બીજી વાર પરીક્ષા આપવા ન મળે તેવી સજા છે. આ જ સજા જવાબવહી સાથે ચલણી નોટો જોડવા કે મૂકવા સામે પણ છે. આ ઉપરાંત સરનામું લખે કે પરીક્ષાર્થીએ પોતાને પાસ કરતું લખાણ લખ્યું હશે તો તે વિદ્યાર્થીનું પરીક્ષાનું પરિણામ રદ કરાશે.
આ વર્ષથી બોર્ડે જાહેર કરેલા નવા નિયમો મુજબ બોર્ડની પરીક્ષામાં ગોપનિયતાના નિયમના ભંગ બદલ ૩ વર્ષની જેલની સજા અને રૂ.૨ લાખનો દંડ થશે. આ ઉપરાંત પરીક્ષાલક્ષી સાહિત્ય સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે દેખાય તે રીતે સ્થળ સંચાલકની હાજરીમાં ખોલવું, ઓળખપત્રો સાથે રાખવાં અને જે શાળામાં પરીક્ષા હશે તે શાળાના સંચાલક કે કોઇ પણ સ્ટાફ ત્યાં ફરજ નિભાવી શકશે નહીં જેવા નવા નિયમો જાહેર કરાયા છે. આ નિયમોને ૧૯૭૨થી કલમ ૪૩ના અન્વયે લાગુ પાડવામાં આવ્યા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY