અમદાવાદ-નેવાર્કની ડ્રીમલાઇનર ફ્લાઇટ ૧૬મી નવેમ્બરથી બંધ થશે

0
18

અમદાવાદ,તા.૭
કેન્દ્ર સરકારની ખોટ ખાતી એરલાઇન્સ એરઇન્ડિયાની અમદાવાદથી લંડન થઇને નેવાર્ક જતી ફ્લાઇટ ૧૬ નવેમ્બરથી બંધ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ સાથે તા.૧૬ નવેમ્બરે બેંગ્લોરથી યુકેની નવી ફ્લાઇટ શરૂ થઇ રહી છે. ૧૫ ઓગસ્ટ-૧૬ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ અમદાવાદથી નેવાર્ક સીધા જઇ શકાય તે માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ કરાઇ હતી. આ ફ્લાઇટ માંડ બે વર્ષ ઓપરેટ કરાયા બાદ તેને માત્ર અમદાવાદથી યુકે સુધી જ લઇ જવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી અમદાવાદથી નેવાર્ક જનારા પેસેન્જરો પૈકી ૧૦૦ પેસેન્જરોનો ઘટાડો થશે.
વડા પ્રધાનની જાહેરાત બાદ બે વર્ષથી ઓપરેટ થઇ રહેલી એરઇન્ડિયાની અમદાવાદ લંડન અને નેવાર્કની ફ્લાઇટમાં ૨૩૮ ઇકોનોમિક પેસેન્જર અને ૧૮ બિઝનેસ ક્લાસ પેસેન્જરો મળીને કુલ ૨૫૬ પેસેન્જરો અમદાવાદથી જતા હતા. આ ફ્લાઇટ વીકમાં સોમવાર,બુધવાર અને શુક્રવારે આપરેટ કરાતી હતી. તેના બદલે હવે તા.૧૬ નવેમ્બરથી અમદાવાદથી માત્ર યુકે સુધી જ ઓપરેટ થશે.
સૂત્રોએ જણાવ્યુ કે, એરઇન્ડિયાની મુબઇથી નેવાર્કની ફ્લાઇટ જે ઓપરેટ થઇ રહી છે તેમાં મુંબઇથી જનારા પેસેન્જરોની સંખ્યા ઓછી છે અને તે ૧૭૦ પેસેન્જરોની કેપેસિટિવાળું એરક્રાફ્ટ છે જ્યારે અમદાવાદથી યુકે થઇને નેવાર્ક જતી એરઇન્ડિયાની ફ્લાઇટ ડ્રીમલાઇનર હતુ. આમ ૧૦૦ પેસેન્જરોનો ઘટાડો નોંધાશે જેનો ફાયદો નેવાર્ક જતી બીજી એરલાઇન્સ કંપનીઓને થઇ શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY