ભોપાલ,તા.૭
૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં ફરી એકવખત રામ મંદિરનો મુદ્દો ગરમાયો છે. આમ રામ મંદિરના બાંધકામને લઇ વધુ એક સાંસદે નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સાંસદ સુરેન્દ્ર સિંહ નાગરે એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે હું ભગવાન રામનો ભકત છું. હું જાણું છું કે આગામી લોકસભા ચૂંટણી સુધી અમે અયોધ્યામાં રામ મંદિર જાઇશું. આવતા ૩ થી ૬ મહિનામાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ જશે.
સપા સાંસદ સુરેન્દ્ર સિંહે કહ્યું છે કે હવે ચૂંટણીના ચક્કરમાં તમામ રાજકીય પક્ષ ભગવાન રામના નામનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે ભાજપે કેન્દ્રમાં સાડા ચાર વર્ષ પૂરા કર્યા છે. તેમણે વચન આપ્યું હતું કે જ્યારે તેમની સરકાર કેન્દ્ર અને રાજ્યમાં આવશે તો અમે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું. પરંતુ હવે ચૂંટણીના થોડાંક મહિના પહેલાં જે ફરીથી રામ મંદિર યાદ આવી ગયું છે.
આપને જણાવી દઇએ કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇ ઉન્નાવથી ભાજપ સાંસદ સાક્ષી મહારાજે પણ શનિવારના રોજ કહ્યું કે ૨૦૧૯ પહેલાં જા રામ મંદિરનું બાંધકામ થશે નહીં તો તેઓ ભાજપની સાથે ઉભા નહીં રહે. કારણ કે રામ મંદિરના મુદ્દા પર સંતોની સાથે ઉભા છીએ. ભાજપ સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે આજે હું જે પણ કંઇ છું, ભગવાન રામની કૃપાથી છું. આજે ભાજપ જે મુકામ પર પહોંચ્યું છે, તેની પાછળ રામજીની કૃપા અને સંતોનું ખૂબ મોટું યોગદાન છે.
૫મી આૅક્ટોબરના રોજ રાજધાની દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત કરાયેલ બેઠકનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સંતોએ રામ મંદિરને લઇ સરકારના વલણથી ઘણા નારાજ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





