૧૦૦ ફૂટ ઊંચા મોજા ઉછળવાના લીધે બરમુડા ટ્રાયએંગલ સમુદ્રી જહાજમાં ગુમ થયુ

0
19

લંડન,તા.૬
બ્રિટિશ વૈજ્ઞૈનિકોએ દાવો કર્યો છે કે બરમુડા ટ્રાયએંગલના રહસ્યો પરથી પડદો ઉઠી ગયો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ૧૦૦ ફૂટ ઊંચા ખતરનાક મોજા ઉછળવાના લીધે સમુદ્રી જહાજ આ રહસ્યમયી બરમુડા ટ્રાયએંગલમાં ગુમ થઇ જાય છે.
આપને જણાવી દઇએ કે આ વિસ્તારમાંથી પસાર થનાર સમુદ્રી જહાજ અને વિમાન અચાનક પણ અચાનક ગાયબ થઇ જાય છે. આ દુનિયાનો સૌથી રહસ્યમી વિસ્તાર છે. અહીંના આસપાસમાંથી પસાર થતી વસ્તુઓ પણ ગુમ થઇ જાય છે. પાણીનું જહાજ હોય કે હવાઇ જહાજ બરમુડા ટ્રાયએંગલની આસ-પાસ જે પણ ગયું, તે હંમેશા માટે ગાયબ થઇ ગયું. નાસાના સેટેલાઇટે ધરતીની કેટલીક તસવીરો ખેંચી છે જે બરમુડા ટ્રાયએંગલના રહસ્ય પરથી પડદો હટાવી શકે છે. તેમાં એટલાન્ટિક મહાસાગરમાં આવેલ બરમુડા ટ્રાયએંગની ઉપર મંડરાતા વાદળોની પણ તસવીરો છે.
એક અંદાજ પ્રમાણે છેલ્લાં ૭૦ વર્ષ સુધી કોઇ વૈજ્ઞાનિકોએ અહીંથી પસાર થઇ રહસ્ય પરથી પડદો ઉંચકાવાની હિંમત દેખાડી નથી. કારણ કે અહીંથી પસાર થનાર સમુદ્રી જહાજ અને પ્લેન ખાસ ભૌગોલિક પરિસ્થિતિના લીધે અચાનક જ સમુદ્રના ગરકાવમાં ગાયબ થઇ જતું હતું.
આની પહેલાં આૅસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે બરમુડા ટ્રાયએંગલનું રહસ્ય ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને ખરાબ હવામાનમાં છુપાયેલ છે. તેના લીધે એટલાન્ટિક મહાસાગરના એ ક્ષેત્રમાં સમુદ્રી જહાજ અને પ્લેન ગાયબ થઇ જાય છે. તેના આ ક્ષેત્ર પર ચુંબકીય ઘર્ષણની અસરની પણ વાત સ્વીકારાઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY