ન્યુ દિલ્હી,તા.૧૯
પેટ્રોલના ભાવમાં શનિવારે રાત્રે વધારો ઝીંકવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૭.૨૮ રૂપિયા અને મુંબઈમાં ૮૦.૨૨ રૂપિયા પ્રતિ લીટર થયો છે. શનિવારે ડિજલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો નહોતો. તેલ કંપનીઓએ ડિજલના ભાવ વધાર્યા અને પેટ્રોલની કિંમતો સ્થિર રાખી હતી.
તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડિજલના ભાવ નક્કી કરે છે. આતંરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ અને ડાલરના મુકાબલે રૂપિયામાં ઉતાર-ચઢાવને જાતા કિંમતો નક્કી કરવામાં આવે છે. નવા ભાવ દરરોજ સવારે ૬ વાગ્યાથી લાગૂ થાય છે.
તે રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મોટા શહેરોમાં પણ પેટ્રોલ અને ડિજલના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં છેલ્લા ૧૮ દિવસમાં ૧ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જા પેટ્રોલ અને ડિજલના આજના ભાવની વાત કરીએ તો પેટ્રોલનો ભાવ .૭૫.૪૪ રૂપિયા અને ડિજલ ૭૨.૬૯ રૂપિયા છે. સુરતમાં પેટ્રોલના ભાવ ૭૫.૫૩ રૂપિયા અને ડિજલ ૭૨.૭૯ રૂપિયા, વડોદરામાં પેટ્રોલના ભાવ ૭૬.૨૬ રૂપિયા અને ડિજલ ૭૩.૬૯ રૂપિયા છે. જ્યારે જામનગરમાં પેટ્રોલનો ભાવ ૭૬.૪૧ અને ડિજલ ૭૩.૮૬ રૂપિયા છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



