સીબીઆઈ વિવાદમાં વિપક્ષના મોદી સરકાર પર આક્રમક પ્રહારો જાસૂસી અને સ્નૂપ પીએમ મોદીની એક માત્ર સફળ યોજનાઃ તેજસ્વી યાદવ

0
12

પટના,તા.૨૫
રજા પર મોકલી આપવામાં આવેલા આલોક વર્માના દિલ્હી આવાસ બહાર ચાર લોકોના પકડાઈ જવાનો મામલો હવે ચર્ચામાં આવી રહ્યો છે. બિહારના નેતા તેજસ્વી યાદવે આખા મામલે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે અને તેમને કહ્યું કે ભારતમાં “જાસૂસી અને સ્નૂપ” પીએમ મોદીની એક માત્ર સફળ યોજના છે. તેજસ્વી યાદવ દ્વારા જણાવવામાં આવ્યું કે પીએમઓ આદેશ પર સીબીઆઈ અને આઈબી પીએમ મોદીના ફાયદા માટે કામ કરી રહ્યા છે.
તેજસ્વી યાદવે પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે પીએમ મોદીએ ભારતના નાગરિકોની આઝાદીની સુરક્ષા કરવાની શપથ લીધી હતી. તેમને આ બાબત યાદ છે કે પછી તેઓ જાણીજાઈને તેનું ઉલ્લંગન કરી રહ્યા છે? સૂત્રો અનુસાર આલોક વર્માના ઘરની બહાર ફરી રહેલા લોકો આઈબી ના બતાવવામાં આવી રહ્યા છે. આઈબી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંવેદનશીલ વિસ્તારમાં તેઓ તેમની ડ્યુટી કરી રહ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY