ફ્રાન્સના રાષ્ટ્રપતિએ બે વાર ફોન કર્યો પરંતુ પાક.પીએમએ વાત કરવાનો ઈન્કાર કર્યો..!!

0
100

ઈસ્લામાબાદ,તા.૧
પાકિસ્તાનની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ દુનિયાભરના નેતાઓ ઈમરાન ખાનને ફોન કરી અભિનંદન આપી રહ્યાં છે અને અને ભવિષ્યની રહયોગની રણનીતિ પર ચર્ચા કરી રહ્યાં છે. આ નેતાઓમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમાન્યુઅલ મેક્રોને પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ફોન કર્યો હતો પરંતુ તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોવાનું સામે આવ્યું છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમાન્યુઅલ મેક્રોને ઈમરાન ખાનને ગઈ કાલે બે વાર ફોન કર્યો હતો પરંતુ ઈમરાન ખાતે બંને વાર ફોન કાપી નાખ્યો હતો. ઈમરાન ખાને કહ્યું હતુ કે, તેમને કહી દો કે હું વ્યસ્ત છું. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકારે ટિ્વટર કરીને આ બાબતની જાણકારી આપી હતી.
જ્યારે ઈમાન્યુઅલ મેક્રોનનો ફોન આવ્યો ત્યારે ઈમરન ખાન વરિષ્ઠ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતાં. માટે તેમણે ફોન પર વાતચીત કરવાનો ઈનકાર કરી દીધો. થોડી વાર રહીને ઈમાન્યુઅલ મેક્રોનનો ફરી ફોન આવ્યો, તો પણ પત્રકારો સાથેની વાતચીત યથાવત જ હતી. બીજી વાર ફોન આવતા પાકિસ્તાનની વિદેશ સચિવ તેહમિના ઝંઝુઆ ઈચ્છતા હતાં કે, ઈમરાન ખાન મેક્રોન સાથે વાત કરી લે, પરંતુ ઈમરાન ખાને બીજીવાર પણ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે વાત કરવાનો ઈનકાર કરી દીધો હતો.
ઈમરાન ખાનના આ નિર્ણયની પાકિસ્તાનમાં પ્રસંશા થઈ રહી છે. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામીદ મીરે કે જે બેઠકમાં હાજર હતાં તેમણે ટિ્વટ કરીને કહ્યું હતું કે, નવું પાકિસ્તાન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમાન્યુઅલ મેક્રોને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ફોન કર્યો, પરંતુ તેઓ પત્રકારો સાથેની બેઠકમાં વ્યસ્ત હતાં. વિદેશ સચિવ તેહમિના ઝંઝુઆ ઈચ્છતી હતી કે, વડાપ્રધાન ફોન પર વાતચીત કરી લે, પરંતુ તેમણે કહી દીધું કે હું વ્યસ્ત ચ હું, તેમને કહો કે ૩૦ મીનીટ બાદ ફોન કરે.
પાકિસ્તાનના સમાચારપત્રોમાં પણ ઈમરાન ખાનના આ વર્તનના ભારોભાર વખાણ થઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (પીટીઆઈ) સૌથી મોટી પાર્ટીના રૂપમાં સામે આવી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY