અનુપમ ખેર એફટીઆઈઆઈમાંથી ગાયબ જ રહે છે : નસરુદ્દીન શાહનો આરોપ

0
8

ન્યુ દિલ્હી,તા.૩૦
અભિનેતા નસીરૂદ્દીન શાહે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં દોસ્ત અને ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યૂટ આૅફ ઇન્ડિયામાં તેમના સહયોગી અનુપમ ખેર પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે નસીરૂદ્દીન શાહને પ્રશ્ન કરવામાં આવ્યો કે તેઓ અનુપમ ખેરનાં કામ વિશે શું વિચારે છે? તેનો જવાબ આપતા નસીરૂદ્દીન શાહે કહ્યું કે તેઓ તેમની પર ત્યારે ટીપ્પણી કરવામાં સક્ષમ હશે જ્યારે અનુપમ ઇન્સ્ટિટ્યૂટમાં કેટલોક સમય વિતાવશે.
ગયા વર્ષે આૅક્ટોબરમાં અનુપમ ખેરને ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યૂટ આૅફ ઇન્ડિયાનાં નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ગજેન્દ્ર ચૌહાણનાં કાર્યકાળ બાદ અનુપમ ખેરે અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. શાહે કહ્યું કે, “તેઓ ક્્યાં છે? હું તેમના કામ પર ટિપ્પણી કઈ રીતે કરી શકું છું, તેઓ  દેખાતા જ નથી. મને નથી લાગતુ કે તેઓ ૨વારથી વધારે ત્યાં ગયા હશે. હું મોટેભાગે લેક્ચર આપવા જતો હોઉં છું. મને કહેવામાં આવે છે કે અનુપમ ખેર મોટેભાગે ત્યાં આવતા નથી. જા તેઓ ઇન્સ્ટિટ્યૂટમાં કેટલોક સમય વિતાવશે, ત્યારે હું તેમનું કામ જાઈ શકીશ અને તેમના કામને લઇને કંઇક કહી શકીશ. ત્યાં સુધી તો હું કંઈ કહી ના શકું.
અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહ અંદાજે ૧૦ ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્્યા છે. જેમાંથી ‘એ વેડનેસડે’, ‘કર્મા’ અને ‘પેસ્તનજી’ જેવી ફિલ્મો સામેલ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY