બોટાદ,તા.૨૨
ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જૂના મંદિર ટ્રસ્ટની મતદાર યાદી મુદ્દે ચાલી રહેલી બેઠકમાં સ્વામીનો પારો આસમાને ચડી જતા તેમણે પોતાની જગ્યાએથી ઉભા થઈને રજૂઆત કરનારને લાત મારી હોવાનું સ્પષ્ટ જાઈ શકાય છે. તેમજ બાદમાં વેપારીઓ સાથે મારામારી પણ કરવામાં આવી હોવાનું જાઈ શકાય છે.
ગઢડાના જૂના મંદિર ગોપીનાથજી મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામ શાસ્ત્રીની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જૂના મંદિરના ટ્રસ્ટની મતદાર યાદી મુદ્દે ચાલી રહેલી બેઠક દરમિયાન મતદાર યાદી મુદ્દે એક હરિભક્તે સવાલ ઉઠાવતા એસ.પી. સ્વામી ગુસ્સે થયા હતા. તેમજ પોતાની જગ્યાએથી ઉભા થઈને હરિભક્તને લાત ફટકારી હતી. એટલું જ નહીં બાદમાં તમામ સંતોએ વેપારીઓ સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. આ ઝઘડાની પાછળ ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં મંદિરના એસપી સ્વામી પોતાના કોઈ અંગત દ્વારા મંદિરમાં વર્ચસ્વ જમાવવા મથી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે રાત્રે પણ મંદિરના મુખ્ય ગેટ પર એક વેપારી વિષ્ણુભાઇ ઊભા હતા ત્યારે મૌલિક ભગત કાર લઇને આવ્યા હતા અને કહ્યું હતું કે, તારે ઝઘડો કરવો છે? કહીને ગાળાગાળી કરી હતી. આ દરમિયાન પણ ઘનશ્યામશાસ્ત્રી મંદિરમાંથી લોખંડનો પાઇપ લઇને દોડી આવ્યા હતા અને વિષ્ણુભાઇના માથામાં ફટકારી દીધી હતી. જ્યારે મૌલિક ભગતે લાકડી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
આથી ઘનશ્યામશાસ્ત્રી અને મૌલિક ભગત પર ૩૦૭ હેઠળ ગુનો નોંધાયો છે. જ્યારે બીજી બાજુ મૌલિક ભગતે પણ દુકાનદાર વિષ્ણુભાઇ, ઉદય આહિર, સંજય આહિર સહિત ચાર શખ્સો વિરૂદ્ધ પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે અને ચાર શખ્સોએ કરેલા હુમલામાં મૌલિક ભગતને મુંઢમાર જ્યારે ઘનશ્યામશાસ્ત્રીના જમણા હાથના અંગુઠામાં ઇજા થઇ હોવાનું જણાવાયું હતું. ત્યારે આજે આવો વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



