ઉનાળાનું અમૃત ગણાતી ગલેલીના આ વર્ષે બમણા ભાવ

0
71

તાડફોડી (ગલેલી) ગત વર્ષોમાં મફતના ભાવે મળતી હતી જે હાલ 120 રૂપિયે કિલો વેંચતા ફક્ત બહારના શહેરો માંથી નર્મદા માં પ્રવાસે આવતા લોકો ખરીદતા જોવા મળ્યા

રાજપીપલા: ઉનાળા માં લાભદાઇ ગણાતી ગલેલી નર્મદા જિલ્લા માં વધુ થતી હોવાથી અગાઉના વર્ષો માં એ મફતની કિંમતે એટલેકે ચાલીસ થી પચાસ રૂપિયે કિલોના ભાવે વેચાતી હતી અને હાઇવે માર્ગ પર લોકો ઢગલા લઈ વેચાણ કરતા હતા ત્યારે હાલ ઉનાળા માં આજ ગલેલી બમણા ભાવે મળતા સ્થાનિક લોકો માટે એ ખાવી મોંઘી છે પરંતુ સુરત વડોદરા જેવા મોટા શહેરો માંથી પ્રવાસે નર્મદા માં આવતા લોકો માં આ ફળ ખુબ મનપસંદ હોવા થી ગમે તે ભાવે શહેર ના લોકો એને ખરીદી કરે છે જોકે આ વર્ષે ગરમી નો પારો પણ ખુબ વધતા લોકોમાં આ ફળ ની માંગ વધી રહી હોવાના કારણે પણ બમણા ભાવે વેચાણ થતી હોવાની વાત જાણવા મળી રહી છે પરંતુ નર્મદા ના સ્થાનિકો માટે એ જરૂર મોંઘી પડી રહી છે.

ચીફરિપોર્ટર,નર્મદા,

ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY