રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા નખત્રાણા-ભુજ હાઈવે પર કર્યો ચક્કાજામ

0
389

ભુજઃ મહેશ્વરી સમાજના ધર્મગુરુ અંગે ફેસબૂક પર ઘસાતી ટીપ્પણીના પડઘા ધીમે ધીમે કચ્છભરમાં પડી રહ્યાં છે.

આજે રાત્રે નખત્રાણાના મંજલ (તરા) ગામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો અને દલિત યુવકોએ નખત્રાણા-ભુજ હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ફેસબૂક પર અભદ્ર કોમેન્ટ અને ગાળીગલોચ કરનારાં શખ્સને તાકીદે પકડી પાડવાની માંગણી સાથે ચક્કાજામ કરાતાં નખત્રાણાના એએસપી રવિ તેજા વસમ શેટ્ટી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આરોપીને તાકીદે પકડી પાડવાની ખાત્રી આપી સમજાવટ કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. દલિત અધિકાર રાષ્ટ્રીય મંચના પ્રમુખ નરેશ મહેશ્વરીએ એએસપીને આવેદન પત્ર આપી આરોપી સામે તાકીદે કડક પગલાં ભરવા માંગણી કરી હતી.
રિપોર્ટર: ગૌતમ બુચિયા
9714065405

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY