નર્મદા જિલ્લા માં પ્રાથમિક શિક્ષકો ના પગારો મોડા થતાા શિક્ષકોમાં રોષ

0
24

2800 શિક્ષકો છેલ્લા એક વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છતાં વિભાગ કઈ કરતુ નથી 

રાજપીપળા : નર્મદા જિલ્લા પ્રાથમિક વિભાગ દ્વારા કામગીરી માં ઢીલાસ ને કારણે આજે નર્મદા જિલ્લાના 2800 પ્રાથમિક શિક્ષકો છેલ્લા એક વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વિભાગ દ્રારા પગારની કામગીરી ગોકળગતિએ કરતા જિલ્લાના તમામ શિક્ષકો નો પગાર 15 થી 20 તારીખ સુધી ય થતો નથી જેને કારણે હાઉસિંગ લોનો અને અન્ય લોનો ના હપ્તા લેપ્સ થઈજાય છે અને પેનલ્ટીઓ દરમાહિને કપાય છે જેને લઈને શિક્ષકો ને ઘણી તકલીફ પડી રહી છે. જેથી અન્ય જિલ્લાની જેમ 5 તારીખ પહેલા પગાર થાય તેવી માંગ ઉઠી છે,

આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ હરેન્દ્રસિંહ રાઉલજીએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા માં છેલ્લા એક વર્ષથી પગારને લઈને અમે રજૂઆતો કરી છે પણ ગ્રાન્ટની માંગણી વિભાગ દવારા મોડી કરવામાં આવે છે જયારે ભરૂચ માં 3 તારીખે પગાર થાય છે તેમને ગ્રાન્ટ મળી જાય છે પણ નર્મદા માં હજુ ગ્રાન્ટ ની માંગણી હમણાં કરે છે આવા કેટલાય કામો માટે શિક્ષકો ધક્કા ખાય છે, જેથી જિલ્લા શિક્ષણ વિભાગ કામગીરી કરે પગાર નિયમિત કરે તે જરૂરી બન્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY