ગાંધીધામ-બાન્દ્રા વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

0
9

ગાંધીધામ,તા.૨૫
ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા સાથે અન્ય ટ્રેનો પર વેઇટિંગ લિસ્ટનું ભારણ ઘટાડવા ગાંધીધામથી બાન્દ્રા વચ્ચે વિશેષ ભાડા સાથે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો પશ્રિ્‌ચમ રેલવેએ નિર્ણય કર્યો હતો. આ ટ્રેન ૧૩ એપ્રિલથી ૨૯ જૂન વચ્ચે ૨૪ જેટલા ફેરા કરશે તેવું એક યાદીમાં જણાવાયું હતું.
સત્તાવાર યાદી અનુસાર ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ વચ્ચે દોડનારી આ વિકલી હોલિડે સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન દર શનિવારે રાત્રે ૧૨-૨૫ના બાન્દ્રા ટર્મિનસથી ઊપડી બીજા દિવસે બપોરે ૧.૫૦ના પરત ગાંધીધામ પહોંચશે. એ જ રીતે શનિવારે સાંજે ૪-૩૫ના પરત ગાંધીધામથી રવાના થઈ બીજા દિવસે વહેલી સવારે ૬-૧૫ના પરત બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY