ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં છાત્રો દ્વારા સ્વચ્છતા રેલી યોજાઇ

0
166

પાલેજ । ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામમાં ગતરોજ ઘી ટંકારીઆ હાઈસ્કૂલના છાત્રો દ્વારા સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતતાનો સંદેશ ફેલાય એ હેતુસર ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામમાં ગતરોજ શાળાના છાત્રોએ એક વિશાળ રેલી યોજી હતી. શાળાના છાત્રોએ સ્વચ્છતા અભિયાનના પ્લેકાર્ડ તથા બેનરો દર્શાવી ગ્રામજનોને સ્વચ્છતા અભિયાન વિશે જાગૃતિનો એક અનોખો તથા અનુપમ સંદેશ અાપ્યો હતો.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ગામમાં શેરીએ શેરીએ રેલી સ્વરૂપે ફરી ગ્રામજનોને સફાઈ પ્રત્યે જાગૃત કરવા સૂત્રોચ્ચારો કરી વાતાવરણ ગજવી મુક્યું હતું તથા શેરીઓમાં સફાઇને સંલગ્ન નાટકો યોજી લોકોને સફાઈના લાભો વિશે અવગત કર્યા હતા. છાત્રો દ્વારા યોજાયેલી રેલીમાં સમગ્ર હાઈસ્કૂલના છાત્રો, શાળાના આચાર્ય ગુલામભાઇ પટેલ તથા શિક્ષકગણ પણ છાત્રો દ્વારા યોજાયેલી રેલીમાં સાથે રહી સફાઈ અંગે માર્ગદર્શન પૂરૂ પાડતા નજરે પડ્યા હતા. શાળાના છાત્રો દ્વારા યોજાયેલી સ્વચ્છતા અભિયાન રેલી ટંકારીયાના ગ્રામજનો માટે અાકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી…

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY