ગાંધીધામ,તા.૧૭
કંડલા પોર્ટમાં અંદાજે ૨૭૦૦ જેટલા કર્મચારીઓ કાર્યરત છે. કર્મચારીઓને લાવવા લઈ જવાથી માંડીને અન્ય અવરજવરની સુવિધાઓ માટે પોર્ટ દ્વારા ૪૦ જેટલા વાહનો વસાવવામાં આવ્યાની સાથે તેના ડ્રાઈવરના પગાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બીજી બાજુ છેલ્લાં ત્રણ વર્ષમાં ભાડેથી વાહન ચલાવીને પણ સુવિધા આપવાની ગોઠવણ કરીને અંદાજે સાત કરોડથી વધુ રકમનો ખર્ચ પોર્ટ દ્વારા કરીને પેટ્રોલ-ડીઝલનો લાખ રૂપિયાનો ધુમાડો કર્યો હતો. આ ધુમાડા પાછળ કેટલાક લોકોના હાથ કાળા થયા હોવાની બૂમરાડ ઊઠે છે.
કંડલા પોર્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અધિકારી કક્ષાના કર્મચારીઓને વાહનની સુવિધા પૂરી પાડવા માટે પોર્ટ દ્વારા પગલાં ભરવામાં આવે છે જે-તે વાહનો વર્ષો પહેલા વસાવવામાં આવ્યા હતા તેની સાથે-સાથે અધિકારીઓને લાવવા લઈ જવાથી માંડીને અન્ય સુવિધા માટે પણ વાહનના ફાળવણી કરવામાં આવી હતી.
વાહન સાથે જાતે ડ્રાઈવરો પણ આપવામાં આવ્યા છે જેનો પણ લાખો રૂપિયાનો ખર્ચ પગાર પોર્ટની તિજારીમાંથી કરવો પડે છે. અંદાજે ૪૦ જેટલા વાહનો ભાડે રાખીને દર વર્ષે અંદાજે બે કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ ભાડના વાહનથી છેલ્લા ત્રણ વર્ષમાં સાત કરોડનું આંધણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



