હાલમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ વધ્યું છે.ત્યારે તેના પર અંકુશ મેળવવા આઈજી અને પૂર્વ કચ્છ એસપીની સૂચનાથી એસઓજીએ ટીમ બનાવી સાયબર ગુનાઓ શોધવા કમર કસતા ઓટીપી વિના એટીએમમાંથી રૂપીયા ખંખેરી લેતી આંતરરાજય ટોળકીનો પર્દાફાશ કર્યો છે.
હાલમાં ઓનલાઈન ટ્રાન્ઝેકશનમાં ચીટીંગના બનાવો વધતા ગાંધીધામમાં ખાસ પ્રકારની ઠગાઈ કરતા ઈસમો મોજુદ હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ એસઓજીએ આ ભેદી ચીટીંગના માસ્ટર માઈન્ડ સહિતની ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.માસ્ટર માઈન્ડ બુલેટકુમાર ઉર્ફે રાહુલ સ/ઓ છોટેલાલ સિંગ(ઉ.વ.૨૨, રહે.ડુંમર નરેન્દ્ર તા.ભોરે,જી.ગોપાલગંજ, બિહાર, હાલ રહે ગાંધીધામ) અને અમરેન્દ્ર સ/ઓ રામસકલ સિંગ (ઉ.વ.૨૪,રહે.ડુંમર નરેન્દ્ર તા.ભોરે,જી.ગોપાલગંજ,
બિહાર, હાલ રહે. ગાંધીધામ) અને પ્રેમકુમાર સ/ઓ પ્રભુનાથ ચૌહાણ (મહંતો) (ઉ.વ.૨૦,રહે.ડુંમર નરેન્દ્ર તા.ભોરે,જી.ગોપાલગંજ, બિહાર) આ ત્રણેયને પકડી પાડીને ઉંડાણ પૂર્વક તપાસ કરતા તેમની પાસેથી ૮ મોબાઈલ, ૧૭ સીમકાર્ડ અને એસબીઆઈ, એચડીએફસી, એક્સીસ, અને આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમ નંબર, તેની વેલીડ તારીખ તથા એટીએમના ગુપ્ત નંબર તથા ૧૦૦ એટીએમનું સાહિત્ય મોબાઈલમાં સેવ કરેલું મળી આવ્યું હતું.આરોપીઓએ આપેલી કબુલાત મુજબ રાજય બહારના બોગસ સીમકાર્ડ મેળવી, તેના આધારે ઈ મેલ આઈડી બનાવી અને ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરતી એપ્સ અને વેબસાઈટોના એકાઉન્ટ બનાવી yatra.com, goibibo, flipkat, paytm વગેરે દ્વારા વગર ઓટીપીએ અસંખ્ય ટ્રાન્ઝેકશન કર્યા હોવાની કબુલાત કરી છે અને એટીએમના નંબરો અલ્હાબાદ, ગાઝીયાબાદ અને બિહારમાં પોતાના સાગરિતોને આપીને રોજે રોજ ઓનલાઈન ઠગાઈ આચરતા હતા.
આ ઈસમો ગાંધીધામ સહિત કચ્છના વિવિધ વિસ્તારોના એટીએમ પર જતા અને પોતાની બાજનજરથી એટીએમના છેલ્લા ૮ ડિજીટ, વેલીડ તારીખ અને વર્ષ અને ગુપ્ત પીનકોડ આંગળીઓની હલનચલનથી મેળવી લેતા હોવાની કબુલાત કરી છે.સાયબર ક્રાઈમના જટિલ ગુનાને પકડી પાડવાના ઓપરેશનમાં પૂર્વ કચ્છ એસઓજીના પીઆઈ એચ.એલ.રાઠોડ, પીએસઆઈ વી.આર.ડાંગર, સાયબર સેલના પોલીસ કોન્સટેબલ ગોપાલ સોધમ, સાયબર ફિલ્ડ સ્ટાફના એએસઆઈ પૃથ્વીસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ દેવાનંદ બારોટ, હરપાવસિંહ રાણા, હરવિજયસિંહ જાડેજા, ગુલામ અબ્બાસ પલેજા, પચાણભાઈ ફફલ વગેરે જોડાયા હતા.
રિપોર્ટ :
બિમલ માંકડ 7874635092
ધર્મેશ જોગી 98791 87080
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








