ભરૂચ:
આજ રોજ ૮ મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલા દિવસની ઉજવણી આખા ભારત ભરમાં ધામ ધૂમથી કરવામાં આવે છે.ત્યાર આજ રોજ ભરૂચ જિલ્લામાં પણ મહિલા દિવસે નિમિત્તે અલગ અલગ સંસ્થાઓ અને સરકારી કચેરીઓ દ્રારા પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ભરૂચ જનરલ હોસ્પિટલ દ્રારા મહિલા દિવસ નિમિત્તે મહિલા હેલ્થ ચકાસણીનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તબીબો દ્રારા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ,સ્તન કેન્સરની તપાસણી, અને આજ રોજ સવારે થી રાતનાં ૧૨ વગ્યા સુધી જન્મ લેનાર બાળકીને નન્હિ પરી નામ આપી તેને ચાંદીનો સિક્કો અને બાળ કીટ આપવામાં આવશે.આ પ્રસંગે ભરૂચ સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ આર,એમ, ઓ એસ.એમ.પટેલ, જિલ્લા પંચાયતના ડૉ. કેશવકુમાર, સિવિલ હોસ્પિટલના ડૉ ઝાંહ, ડૉ, ઇન્દિરા પરમાર સહિત સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યા બેહનો હાજર રહી હતી.
.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"