ધો.-૩માં પ્રવેશનારા બાળકો માટે ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ શરૂ કરાશે

0
8

ગાંધીનગર,તા.૯
ધોરણ ૨માં ભણતાં બાળકો આગામી વર્ષે ધોરણ ૩માં પ્રવેશે ત્યારે શિક્ષણના મૂળભૂત પાયા સમાન વાચન, લેખન અને ગણનના મૂળભૂત કૌશલ્યને હાંસલ કરીને ધોરણ ૩માં પ્રવેશે અને તેમનો શૈક્ષણિક પાયો મજબૂત થાય તેવા ઉમદા હેતુ સાથે ધોરણ ૨ના બાળકોની નિદાન કસોટીના તારણના આધારે સમગ્ર રાજ્યમાં ૧૧ ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન તમામ એટલે કે ૬.૫ લાખ વિદ્યાર્થીઓના ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ હાથ ધરાશે. ૧૧ ફેબ્રુઆરીથી જ આ કાર્યક્રમ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં શરૂ થશે.
તા. ૩૧ જાન્યુઆરી અને ૧લી ફેબ્રુઆરી દરમિયાન ધોરણ ૨માં ભણતાં અંદાજે ૬.૫ લાખ કરતા વધુ બાળકોની ભાષા અને ગણિત વિષયની મૂળભૂત બાબતોને ચકાસતી નિદાન કસોટી લેવામાં આવી હતી. આ કસોટીનો હેતુ બાળકોની સિધ્ધિ માપવાનો કે ગ્રેડ આપવાનો ન હતો પરંતુ તે બાળકને શું શીખવામાં તકલીફ પડે છે તે જાણવાનો અને ત્યારબાદ વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ ઉપચારાત્મક શિક્ષણ આપવાનો હતો. ઉલ્લેખનીય છે કે, ધોરણ ૨ના વિદ્યાર્થીઓ માટે નિદાન કસોટી અને ઉપચારાત્મક શિક્ષણનો આવો કાર્યક્રમ સમગ્ર દેશમાં પ્રથમવાર યોજાઇ રહ્યો છે.
રાજ્યકક્ષાએથી ધોરણ ૨ના વિદ્યાર્થીઓ માટે જે નિદાન કસોટી લેવાયેલી તેમાં ભાષામાં શબ્દવાચન, વાકીયવાચન, વાચન અર્થગ્રહણ ઉપરાંત શ્રુતલેખન અને મુક્ત લેખન જેવી બાબતોનો સમાવેશ કરાયો હતો. તે જ રીતે ગણિતમાં સંખ્યા ઓળખ, નાની-મોટી સંખ્યા, સંખ્યાની પેર્ટન, સ્થાનકિંમત, સરવાળા-બાદબાકી, મૌખિક ગણિતના વ્યવહારૂ કોયડા જેવી વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY