બ્રાઝિલની સંસદમાં મહિલા સાંસદે ટૂંકા કપડા પહેર્યા તો રેપની ધમકી મળી..!!

0
12

રિયો ડિ જાનેરો,તા.૯
એક મહિલા સાસંદ સંસદમાં લો-કટ ડ્રેસ પહેરીને ગઈ તો આ રાજકારણી મહિલાને લોકોએ નિશાન બનાવ્યું હતું. કેટલાક લોકોની હિંમત એટલી વધી ગઈ હતી કે તેમણે રેપ કરવાની પણ ધમકીઓ આપી. આ બ્રાઝિલનો કેસ છે.
સોશિયલ મીડિયા પર લોકોએ આ ધમકી ત્યાનાં સાંસદ એના પૌલાને આપી છે. ૪૩ વર્ષીય એના પૌલાએ આ વર્ષે જાન્યુઆરીમાં સાંતા કેટરિનાથી સંસદની ચૂંટણી જીતી હતી. આ વિજય આશરે ૫૦ હજાર મત સાથે થયો હતો, જે ત્યાં ખૂબ મોટી માનવામાં આવતી હતી. આના પહેલા પણ એના મેયર હતા.
સંસદમાં તે ડ્રેસ માટે એનાને નિશાન બનાવવામાં આવી હતી એ સોશિયલ મીડિયા પર વાયરલ છે. વિવાદ પછી એનાએ પણ સ્પષ્ટ ભાષામાં સફાઈ આપી કે હુ દરરોજ આવા કડક અને લો કટડ્રેસ જ પહેરું છું. તેણે આગળ કહ્યુું, ‘હું જેવી છું તેવી જ રહીશ.’ હું આ બધી બાબતોને પકડીને મારી ખુશી બગાડવા માંગતી નથી. મારા કપડા અને કામ સાથે કોઈ લેવાદેવા નથી. તેમજ એનાએ કહ્યુું કે જેણે જેણે આવી ફરાબ ટિપ્પણી કરી છે તેને બક્ષવામાં નહી આવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY