ગાંધીનગર,તા.૧૬
શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક), પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું. આ પરિણામ તમામ વિષયોને આવરી લેતું છે. આ પરીક્ષામાં ૧,૮૬,૭૪૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકીના ૧,૨૦,૮૬૨ હાજર રહ્યાં હતા, જ્યારે ૬૫,૮૭૬ ગેરહાજર રહ્યાં હતા. પરીક્ષાનું કુલ પરિણામ ૬૨.૩૨% જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બોર્ડ દ્વારા તારીખ ૨૭ જાન્યુઆરી, ૨૦૧૯ના રવિવારના દિવસે આ પરીક્ષા લેવામાં આવી હતી. થોડા સમય પૂર્વે પરિણામ જાહેર ના કરવા બદલ વિદ્યાર્થીઓમાં રોષ જાવા મળ્યો હતો. જા કે, ચૂંટણી આચારસંહિતાને લઈને બોર્ડ પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો હોવાની સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




