સફેદ ટાવર પાસે આવેલી એક દુકાનના વેપારી નું દર બે મહિને 6 થી 7 હજાર બિલ આવતું તેના બદલે સીધું 21 હજાર નું બિલ આવ્યું
વેપારી એ અરજી કરતા મીટર બદલ્યું પણ 21 હજાર માંથી રિફંડ મેળવા એક વર્ષ થી વેપારી ધક્કે ચડ્યા છે
જૂનું મીટર લેબ.ટેસ્ટ થશે અને એ ફાસ્ટ જણાય તો પૈસા નું રિફંડ મળશે ની વાત પણ એક વર્ષ થી લેબ ટેસ્ટ કેમ નથી થયો એ તપાસ નો વિષય
રાજપીપળા : રાજપીપળા ના સફેદ ટાવર સામે આવેલી ટોકયો ફેશન નામની દુકાન ધરાવતા મુસ્તાકભાઈ ખત્રી ને રાજપીપળા વીજ કંપની એ ધક્કે ચઢાવ્યા છે ગત વર્ષે એમની દુકાન નું લાઈટ બિલ 21 હજાર રૂપિયા આવ્યું જે અગાઉ માત્ર 6 થી 7 હજાર આવતું હતું ત્યારે ત્રણ ઘણું બિલ જોઈ મુસ્તાકભાઈ ના પગ નીચે થી જમીન સરકી ગઈ જેથી મીટર રીડર ને કહ્યા પછી વીજ કંપની માં આ બાબતે અરજી આપી ત્યારે કંપની વાળા મીટર બદલી જૂનું મીટર કાઢી ગયા અને વેપારી ને જણાવ્યું કે જુના મીટર નો લેબોરેટરી ટેસ્ટ થશે અને જો એ ફાસ્ટ ફરતું જણાશે તો આપણા બાકીના પૈસા રિફંડ મળશે પરંતુ ત્યારબાદ આજે એક વર્ષ થી વધુ સમય થવા છતાં હજુ લેબ ટેસ્ટ થયું કે નથી પણ રિફંડ મળ્યુ નથી જેથી મુસ્તાકભાઈ વારંવાર પોતાના પૈસા માટે વીજ કંપની ના ધક્કા ખાઈ રહ્યા છે અને ત્યાંથી એમ જવાબ મળે છે કે વારંવાર અમારા અધિકારીઓની બદલી થતા કામ ટલ્લે ચઢ્યું છે .
બોક્ષ : બિલ મોડું ભરાય તો ગ્રાહકો દંડાય છે : ગ્રાહક
આ બાબતે ગ્રાહક મુસ્તાકભાઈ એ જણાવ્યું કે જો ગ્રાહકો બિલ ભરવામાં મોડા પડે તો કનેકશન કપાઈ જાય કે દંડ થાય ત્યારે અમારા ત્રણ ઘણા રૂપિયા નું વીજ કંપની એક વર્ષ થી રિફંડ આપતી નથી ત્યારે આતો ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે જેવો ઘાટ કહેવાય મારા પૈસા નું એક વર્ષ નું વ્યાજ અને મુદ્દલ કોણ અને ક્યારે આપશે.
બોક્ષ : હું રજા પર હતો ત્યારે તકલીફ થઈ હશે : મુખ્ય ઈજનેર રાજપીપળા વીજ કંપની ના મુખ્ય ઈજનેર વી જી ચૌધરી એ આ બાબતે જણાવ્યું કે વચ્ચે હું રજા પર હતો ત્યારે આમ બન્યું હોય શકે પરંતુ ગ્રાહક ને મીટર નંબર લઈ મારી પાસે આવવા કહેશો તો હું જે હશે એ જોવડાવી લઈશ.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




