પટના,તા.૩
બિહારમાં ત્યોહાર દરમિયાન ઉપવાસ કરી રહેલી એક મહિલા સાથે ગેંગરેપ કરવાનો અને તેનો વીડિયો વાયરલ કરવાના કિસ્સો સામે આવ્યો છે. મહિલા ગંગા નદીમાં સ્નાન કરી રહી હતી, તે દરમિયાન તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. ઘટના મોકામા ક્ષેત્રના જલ ગોવિંદ ગામની છે. કેસમાં એક આરોપી શિવપૂજન મહતોની ધરપકડ કરાઈ છે. તે બસ ડ્રાઈવર છે. સ્થાનિક સમાચારપત્રના અહેવાલ અનુસાર, ધરપકડ સમય મહતો એક નાબાલિગ છોકરીનું અપહરણ કરી લઇ જઇ રહ્યો હતો.
બીજા આરોપીનું નામ વિશાળ જણાવાઇ રહ્યું છે. તેની ધરપકડ માટે બિહાર પોલીસ છાપેમારી કરી રહી છે. વાયરલ વીડિયોમાં મહિલા આરોપીઓને પોતાના જિતિયા ત્યોહાર અને ગંગા મૈયાનાં સોગંદ આપતી જાવા મળે છે. જાકે, આરોપીઓ પર તેની કોઈ અસર થતી નથી.
ઘટના સમયે મહિલા સ્નાન કરી રહી હતી. આ દરમિયાન એક આરોપી નગ્ન થઇને નદી નજીક આવ્યો. બીજા આરોપીને તેણે મહિલાને બહાર કાઢવા માટે જણાવ્યું. આરોપીએ મહિલાને ગાળો આપી અને શાંત રહેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઘાટના કિનારે મહિલા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે બિહારમાં છેલ્લા થોડા મહિનાથી મહિલાઓ વિરૂદ્ધ જાતીય હિંસા રાજકીય મુદ્દો બની રહ્યો છે. મુઝફ્ફરપુરના બાલિકા ગૃહ કાંડમાં સરકારને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા થોડા મહિનાઓમાં સ્ત્રીઓ સાથેની છેડતીના અનેક અસંખ્ય વીડિયો બિહારમાં વાયરલ થય છે. વિપક્ષી નેતાઓએ આરોપ મૂક્્યો છે કે પોલીસ-વહીવટી તંત્રની ઉંઘ ખુલી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



