રાજકોટ,તા.૬
ગંગોત્રી નજીક ટેમ્પો ખીણમાં ગઈકાલે ખાબકતા શહેરના બે દંપતી સહિત સાત વ્યકિત તેમજ અન્ય બે મળીને કુલ ૯ના મૃત્યુ થયા હતાં. આ સાત વ્યકિતના મૃત્યુના કારણે તેમના ૧૬ સંતાને માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. પાંચ દિવસ પહેલા ચારધામની યાત્રાએ નીકળ્યા ત્યારે કોઇને સ્વપ્ને ખ્યાલ ન હતો કે, ઉત્તરકાશી પાસે કાળ ભેટી જશે. આ ગોઝારા અકસ્માતમાં બે મહિલાએ નજર સામે જ પતિ ગુમાવ્યા હતા અને સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત થતા મૃત્યુઆંક ૧૦ પર પહોંચ્યો હતો.
શહેરના રામેશ્વર, ગાયત્રીનગર, વિવેકાનંદનગર, અને ભવનાથ સોસાયટી સહિતના વિસ્તારમાં રહેતા કડિયા સમાજના પાંચ દંપતી સહિતના લોકોએ ચારધામની યાત્રાએ જાવા નિકળ્યા હતા. તા. ૩૦મીએ તેઓ અમદાવાદ પહોંચ્યા હતાં અને ત્યાંથી ટ્રેન મારફતે યાત્રાએ જવા રવાના થયા હતાં. ઉત્તરકાશી પાસે ગંગોત્રી સહિતના યાત્રાધામે દર્શન કરવા જવા માટે આ પાંચ દંપતી સહિતના લોકોએ ટેમ્પો ટ્રાવેલર બાંધ્યું હતું. પરંતુ આ ટેમ્પો ગંગોત્રી માર્ગ પરના સુનગર અને ભક્કી ગામ વચ્ચેની ઉંડી ખીણમાં પટકાયો હતો. આ સાથે જ વાતાવરણ મરણચીસોથી ગાંજી ઉઠયું હતું અને રાજકોટના ૮ સહિત કુલ ૧૦ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ચાર વ્યકિતઓની સારવાર ચાલી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



