રાજકોટ,તા.૧૨
શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી ૨૦૦ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને પોલીસે ઝડપી પાડી છે. આ મહિલા નામચીન હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પાસેથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસે હાલ મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ એસઓજી અને ભક્તિનગર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મહિલાને ૨૦૦ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવી છે. હાલ પોલીસે ગાંજાનો જથ્થો ક્યાથી આવ્યો, કોને આપવાનો હતો વિવિધ મુદ્દે મહિલાની પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ જંગલેશ્વરમાંથી પોલીસે ૮.૩૨ લાખના ૮ કિલો ચરસ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારે ૨૦૦ કિલો સાથે મહિલાને ઝડપી પાડી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




