સુરત: મ્યુનિ.ના પાર્ટી પ્લોટ- કોમ્યુનીટી હોલમાં સીસી કેમેરા જ નથી

0
10
સરકારી નિયમોના પાલનમાં સરકારી વિભાગ જ પાછળ

જાહેર અને કોમર્શિયલ મિલ્કતોમાં સીસી કેમેરા ફરજિયાત હોવા છતાં આ સરકારી નિયમોનો અમલ કરવામાં સરકારી તંત્ર જ બેદરકાર દેખાઈ રહી છે. અન્ય ખાનગી પાર્ટી પ્લોટ અને લગ્નની વાડીની જેમ સુરત મ્યુનિ.ના કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટમાં સીસી કેમેરા હોવા ફરજિયાત છે, પરંતુ સુરત મ્યુનિ.ના તમામ ઝોનમાં ૨૪ પાર્ટી પ્લોટ અને ૩૫ કોમ્યુનીટી હોલમાં હજી સુધી કેમેરા જ મુકાયા નથી. મ્યુનિ. તંત્રની પોલ મ્યુનિ.ના શાસક પક્ષના એક કોર્પોરેટરે સામાન્ય સભામાં પુછાયેલા પ્રશ્નમાં ખુલી છે. પોલ ખુલ્યા બાદ હવે મ્યુનિ. તંત્રએ તમામ જગ્યાએ કેમેરા મુકવાની જાહેરાત કરી છે. સુરત મ્યુનિ.ના સાત ઝોનમાં ૨૪ કોમ્યુનીટી હોલ અને ૩૫ જેટલા કોમ્યુનીટી હોલ આવ્યા છે. આ કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટમાં શહેરના લોકએ ગોઠવેલા પ્રસંગો થાય છે. શહેરમાં જાહેર જગ્યા એને કોમર્શિયલ એકમો પર સીસી કેમેરા લગાડવાનો નિયમ સરકારે બનાવ્યો છે. ગુનાખોરી અટકાવવા કે ગુનેગારોને પકડવા માટે સીસી કેમેરા ઉપયોગી બને છે તેથી જાહેર જગ્યાએ સીસી કેમેરાનો આદેશ છે. જોકે, આ આદેશનું પાલન કરવામાં ખાનગી સંસ્થા ચુક કરે તો તેને દંડ કરવામાં આવે છે. પણ સરકારના સીસી કેમેરાના આદેશનો ભંગ મ્યુનિ. તંત્ર જ કરી રહ્યું છે. મ્યુનિ.ના ભાજપના કોર્પોરેટર દિગ્વિજયસિંહ બારડે સામાન્ય સભામાં સીસી કેમેરા અંગે પ્રશ્ન પુછ્યો હતો તેમાં મ્યુનિ. તંત્રની પોલ ખુલી હતી. જવાબમાં જણાવાયું હતું કે, ૨૪ પાર્ટી પ્લોટ અને ૩૫ કોમ્યુનીટી હોલ છે. જેમાં હજી સુધી સીસી કેમેરા લગાવાયા નથી. આગામી દિવસોમાં સ્માર્ટ સીટી પ્રોજેકટ હેઠળ કેમેરા લગાવવમાં આવશે. આમ સરકારી તંત્રના દાવાનો ભંગ ખુદ મ્યુનિ.તંત્ર જ કરી રહ્યું હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY