ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ના ખોજબલ ગામમાં રહેતા
જયશ્રી સંજય વાસવાનાઓએ પોતાની પત્ની સાથે બપોરના ૧ વાગ્યાની આસપાસ ખેતરમાં જતી વેળા એ કોઈ કારણોસર બંનેવ વચ્ચે ઝઘડો થતા સંજયએ જયશ્રીને માથાના ભાગે લાકડીના સપાટો મારી હાથ અને માથામાં ઇજા પહોંચાડી લોહીલુહાણ હાલતમાં વાહન પરથી ફેંકી ફરાર થઈ ગયો હતો.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર જયશ્રી પોતાના સગાવાળા ને ત્યાં કોઈ પ્રસંગમાં ગઇ હોય અને ઘરે પાછી આવતા તેના પતિ સંજયએ તું તારા સગાવાળા ની ત્યાં કેમ ગઈ હતી તેમ કહી બોલાચાલી કરી માછલાં જોવાં ને બહાને ખોજબલ સદથલા નજીકની ખાડી પાસે લઈ જઈને જયશ્રીને લાકડી વડે મારમારી તેને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી પોતાની મોટરસાયકલ ઉપરજ લોહીલુહાણ હાલતમાં બેસાડી ઘરે લઈને જતો હતો તે દરમિયાન મૃતકના પિયરીયા રોડ ઉપર દેખતાજ જયશ્રીને મોટર સાયકલ પરથી ધકો મારી રોડ પર ફેંકી દઇ નાસી છૂટ્યો હતો.

ત્યાર બાદ ઘાયલ જયશ્રીને તેના પરિવારજનોએ સારવાર અર્થે ભરૂચ લાવતા સારવાર દરમ્યાન મોડી સાંજે 7.45 કલાકની આસપાસ હાજર તબીબે તેને મરણ જાહેર કરી હતી.
બનાવ અંગેની જાણ વાગરા પોલીસને કરાતા પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઇ ફરાર સંજય રતિલાલ વસાવા વિરોધ હત્યાનો ગુન્હો નોંધી ફરાર સંજયને પકડવાની કવાયત હાથ ધરી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






