શ્રીનગર,
તા.૫/૪/૨૦૧૮
આ બંકરોમાં આઠથી૧૦ લોકો સુરક્ષિત રહી શકશે
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની સરહદ પર આવેલા જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર અંદાજે ૧૪ હજાર બંકરો બનાવશે. આ બંકર સાંબા, પૂંછ, જમ્મૂ, કઠુઆ અને રાજારી જિલ્લામાં બનાવામાં આવશે.
આ બંકર એટલા માટે બનાવામાં આવી રહ્યાં છે વારંવાર પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા ફાયરિંગથી આમ જનતાને બચાવી શકાય. આ જિલ્લાઓમાં ૧૪૩૧ મોટા કમ્યુનિટી બંકર પણ બનાવશે જેમાં દરેક બંકરમાં ૪૦ લોકોને સુરક્ષિત રહેવાની સગવડ ઉભી કરવામાં આવશે.
આ બંકરોનું નિર્માણ નેશનલ બિલ્ડીંગ કન્સટ્રકશન કોર્પોરેશન (એનબીસીસી) દ્વારા કરવામાં આવશે. બંકરોનું નિર્માણ કાર્ય એ વિસ્તારોમાં કરવામાં આવશે જે સરહદના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આવતા હોય. પરિવાર માટે બનાવામાં આવનાર બંકરો નાના ૧૬૦ વર્ગ ફીટના હશે.
આ બંકરોમાં ૮થી ૧૦ લોકો સુરક્ષિત રહી શકશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં પાકિસ્તાન દ્વારા યુધ્ધવિરામનો ભંગ કરવામાં આવતા સેનાના ૧૫ જવાન અને બીએસએફના ૪ જવાન શહીદ થયા હતા જ્યારે ૧૨ આમ લોકો મૃત્યુ પામ્યા હતા. આ વર્ષે સીઝફાયરને લઇને ૭૯ લોકોને ઇજા પહોંચી છે.
મહત્વનું છે કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા સીઝ ફાયરના ઉલ્લંઘનના કારણે સરહદી વિસ્તારમાં મોટી જાનહાની થાય છે. જેથી સરહદી વિસ્તારમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સરકારે બંકર્સ બનાવવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"