નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ આવનારી સાતમી તારીખે જિલ્લાના પ્રવસે આવશે

0
143

પ્રાપ્ત માહિતી મુજબ
ગુજરાતના ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ,પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ તા.૭ મી એપ્રિલ, ૨૦૧૮ ને શનિવારના રોજ સવારે ૮=૩૦ કલાકે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની મુકામે વીર સુખદેવ પ્રાથમિક શાળા નં-૨ ખાતે ગુણોત્સવ-૨૦૧૮ ના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે ૨=૦૦ કલાકે હોદ્દેદારો સાથે બેઠક યોજશે અને બપોરે ૩=૦૦ કલાકે રાજપીપલામાં નર્મદા જિલ્લા પંચાયત ભવનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા આયોજન મંડળ અને ટ્રાયબલ સબ પ્લાનની બેઠકમાં હાજરી આપશે. સાંજે ૫=૦૦ કલાકે તેઓ અધિકારીઓ સાથે પાણી અંગેની બેઠક યોજશે અને સાંજે ૬=૦૦ કલાકે મંત્રી હસ્તકના વિભાગની પણ તેઓ બેઠક યોજશે અને સાંજે ૭=૦૦ કલાકે માધ્યમો સાથેની પ્રેસ-કોન્ફરન્સને સંબોધશે. ત્યારબાદ સાંજે ૭=૩૦ કલાકે અનુકુળતાએ દાહોદ જવા રવાનાથશે. એમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાણવા મળેલ છે.

ચીફ રિપોર્ટર.નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY