બે દિવસ બેન્કોની હડતાલ નો ફાયદો ઉઠાવતા ગઠિયાઓ થી સાવધાન રહેવા અપીલ

0
36

બેન્કમાંથી બોલું છુ તમારું એ ટી એમ કાર્ડ બંધ કર્યું છે કહી કાર્ડ નંબર મેળવી ઓ ટી પી દ્વારા ઠગવા પ્રયાસ 

રાજપીપળા:
હાલ બે દિવસ બંકો ની હડતાલ છે ત્યારે ગ્રાહકો એ ટી એમ કાાર્ડ નો ઉપયોગ વધુ કરશે માટે ગ્રાહકો ને ગેરમાર્ગે દોરી એમના ખાતા માંથી પૈસા ખાલી કરવા અમુક ગુજરાત બહારના તત્વો વારંવાર કંઈક ને કંઈક યુક્તિ કરતા હોય છે ત્યારે આવોજ એક બનાવ બુધવારે બનવા પામ્યો જેમાં અમારા રાજપીપલા પ્રતિનિધિના મોબાઈલ પર સવારે 11-30 જેવા સમયે એક અનનોન નંબર પર થી કોલ આવ્યો અને એમ જણાવ્યું કે આપકા એ ટી એમ કાર્ડ અભી બંધ કર દિયા હે અગર ઉસે ચાલુ કરવાના ચાહતે હો તો આપકા કાર્ડ નંબર બતાઇયેં પરંતુ વારંવાર બનતી આવી ઘટના થી વાકેફ અમારા પ્રતિનિધિને આ ગઠિયા ની રમત નો અંદાજ આવી જતા અમને કોલ કરનાર ને સવાલ કર્યો કે કઈ બેંક માંથી બોલો છો ત્યારે આપકા કોન્સી બેંક કે એ ટી એમ હે આવા સવાલો કરી ગમે તે રીતે એ ટી એમ કાર્ડ નો નંબર મેળવવા પ્રયાસ કરાયો પરંતુ ગઠિયા નો પ્રયાસ નિષ્ફળ જતા જતા આખરે ફોન બંધ કરી દીધો ત્યારબાદ ટ્રુકોલર પર એ નંબર તપાસ કરતા બિહાર તરફ નો ફેક કોલ હોવાનું જોવા મળ્યું હતું 

અમે અમારા વાચકો ને આવા ફેક કોલ કે બેંક માંથી બોલું છુ એમ કેહતા વ્યક્તિઓ ની વાતમાં ન આવી કોઈને પણ આપણા એ ટી એમ કે બેંક ને લગતા કોઈ નંબરો નહિ આપવા અપીલ કરીએ છીએ 

આ બાબતે રાજપીપલા સ્ટેટ બેંક ના મેનેજર સોલંકી એ જણાવ્યું કે આવા તો ઘણા ગ્રાહકો છેતરાઈ જતા હોય છે માટે લોકો એ પણ જાગૃત થઈ ફોન પર નહિ બલ્કે જે તે બેંક શાખા નો સંપર્ક કરવો જોઈએ નહિ તો આવા ઠગ લોકો ગ્રાહકો ના કાર્ડ ના નંબર મેળવી ઓ ટી પી નંબર મેળવી ખાતા માંથી પૈસા કાઢી લેતા હોય છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY