ગૌહાટી,તા.૨૨
સીઆઈડીની ટીમે બુધવારે અહીં ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટર પર કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં નવ મહિલાઓ સહિત ૩૭ લોકોની ધરપકડ કરાઇ છે. તેમાં સેન્ટરનો સંચાલક પણ સામેલ છે. આ સેન્ટર દ્વારા અમેરિકામાં રહેતા લોકો પાસેથી દર મહિને રૂ. ૫૦ લાખ પડાવવામાં આવતા હતા. અહીં જપ્ત કરવામાં આવેલા કોમ્પ્યૂટરમાંથી અંદાજે સાત લાખ અમેરિકન લોકોનો ડેટા મળી આવ્યો છે.
એડીજીપી એલઆર બિશ્નોઈએ જણાવ્યું છે કે એવિનર પ્રાઈવેટ લિમિટેડ નામથી આ સેન્ટર રાજેશ ખાન નામનો વ્યકિત ચલાવી રહ્યો હતો. ઘટના સ્થળેથી ૨૨ કોમ્પ્યૂટર મોનિટર, ૪૦ સીપીયુ, બે પેન ડ્રાઈવ, એક લેપટોપ, ૩૨ મોબાઈલ ફોન, કંપનીના દસ્તાવેજ અને એક ડાયરી જપ્ત કરવામાં આવી છે.
એપ્રિલમાં ઉદયપુરમાં પોલીસે નકલી કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા. તેમાં ૨૪ યુવકની ધરપકડ થઇ હતી. દરેક યુવક આઠથી દસ ધોરણ સુધી ભણેલા હતા. તે સમયે ઘટના સ્થળ પરથી ૫૦ કોમ્પ્યૂટર અને ૨૭ મોબાઈલ જપ્ત કરાયા હતા. પોલીસે જણાવ્યું કે કોલ સેન્ટરમાં કામ કરતાં લોકો અમેરિકામાં રહેતા લોકોને ફોન કરીને પોતાની જાતને સોશિયલ સિકિયુંરિટી એડમિનિસ્ટ્રેશન વિભાગના અધિકારી ગણાવતા હતા અને તેમના ટેક્સના બાકી પૈસા વસુલવાના નામે કૌભાંડ કરતા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





