દરિયાલાલ જન્મજયંતિ ઉજવણી ભાગરૂપે ભુજ ખાતે લોહાણા મહાજન દ્વારા બાઈક રેલી યોજાઈ

0
232

ભુજ કચ્છ: દરિયાલાલ ૮૪૬મી જન્મજયંતિ ઉજવણી ભાગરૂપે ભુજ ખાતે ગઈકાલે લોહાણા મહાજન દ્વારા ભવ્ય વિશાળ બાઈક તથા સાઇકલ રેલી યોજાઇ હતી,

જેમાં ઇષ્ટદેવ દરિયાલાલના ભક્તો જોડાયા હતા.લોહાણા રઘુવંશી પરિવાર દ્વારા સાયકલ તથા બાઇક રેલી યોજાઇ હતી.ભુજના રવાડી ફળિયાના જલારામ મંદિરથી રેલી શરૂ કરવામાં આવી હતી.નીમાબેન આચાર્ય,કીરણભાઈ ગણાત્રા,સતિષભાઈ શેઠિયા, નવીનભાઈ આઈયા સહિતના અગ્રણીઓ હાજરીમાં રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.ભુજના વિવિધ માર્ગો પરથી આ રેલી નીકળી હતી.દરિયા સ્થાન મંદિર પાસે આ રેલી પૂર્ણ થઈ હતી,જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.

લોહાણા સમાજના અગ્રણી કમલભાઈ કારીયાએ જંગ એ ગુજરાત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ૬-૪-૧૯ ના રોજ ઇષ્ટદેવ દરિયાલાલ બાપાની ૮૪૬મી જન્મજયંતી લોહાણા રઘુવંશી પરિવાર ઉજવવા જઈ રહ્યું છે ત્યારે એ પ્રસંગના ઊર્જાના ભાગરૂપે તેમજ જ્ઞાતિ એકતાના દર્શન માટે,પર્યાવરણનો સંદેશ આપવા માટે આજે તા.૩૧-૩-૧૯ના રોજ ભુજ લોહાણા મહાજન દ્વારા એક સુંદર મજાની સાયકલ તથા બાઈકરેલીનો આયોજન કરેલ છે.સમાપન થયા બાદ બહોળી સંખ્યામાં સાયકલિસ્ટ જોડાયા છે,જેમાં નાના બાળકો તેમજ યુવાનો તેમને સન્માનિત પત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.આ રેલીનું રૂટ ભુજના રવાડી ફળિયાથી લઈને આશાપુરા મંદિર,રાજેન્દ્ર પાર્ક, ઉમેદનગર,મંગલમ,રાવલવાડી, કોલેજ રોડ,પ્રમુખસ્વામી નગર,જયુબેલી ગ્રાઉન્ડ,હોસ્પિટલ રોડ,ઇન્દિરા પાર્ક,બસ સ્ટેશન, દરિયા સ્થાન મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
6351877367

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY