પિતાના ઠપકા બાદ ધો.૭ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો

0
28

અમદાવાદ,તા.૩
સમાજમાં હાલ નાના બાળવયના સગીરોથી લઇ યુવાનોને માતા-પિતા કે સ્વજન દ્વારા ઠપકો અપાય તેવા કિસ્સામાં ઘણીવાર તેઓ જીવન ટૂંકાવવા સુધીનું અંતિમ પગલું ભરી લેતાં હોય છે. નાના સગીર અને યુવાઓની આ પ્રકારની બદલાતી માનસિકતા આજે સમગ્ર સમાજ માટે ઘાતક અને ચિંતાનો વિષય બની રહી છે ત્યારે રાજકોટ શહેરમાં પણ આજે એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો. રાજકોટની જ્ઞાનદીપ સ્કૂલના ધોરણ સાતના એક વિદ્યાર્થી કાર્તિક પોહાણીને ગણિતમાં ઓછા માર્ક્સ આવતા પિતાએ ઠપકો આપ્યો હતો. ત્યારબાદ પિતાના ઠપકાને કારણે લાગી આવતા આ વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે માત્ર રાજકોટ જ નહી પરંતુ રાજયભરના સભ્યસમાજમાં ઘેરા પ્રત્યાઘાત સર્જાયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા રણુજા મંદિર પાસેની રાધેશ્યામ સોસાયટીમાં રહેતાં અને જ્ઞાનદિપ સ્કૂલમાં ધોરણ-૭માં ભણતા ૧૩ વર્ષીય કાર્તિક નરેન્દ્રભાઇ પોહાણીએ આત્મહત્યા કરી લીધી છે. શાળામાં લેવામાં આવેલી પરીક્ષામાં ગણિતના પેપરમાં ઓછા માર્ક્સ આવતા પિતાએ ઠપકો આપ્યો હતો. જેને લઈને ગળેફાંસો ખાઈને કાર્તિકે જીવનનો અંત લાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. શાળા દ્વારા ગણિતનું પેપર જોવા માટે બધા છાત્રોને લાવવામાં આવ્યા હતાં. જેમાં કાર્તિકને ૪૦માંથી ૮ માર્ક્સ આવતા પિતા નરેન્દ્રભાઇ હસમુખભાઇ પોહાણીએ તેને સ્કૂલમાં બરાબર ભણાવતા નથી કે શું? ગણિતમાં જ કેમ ઓછા માર્ક આવ્યા? એમ કહી ઠપકો આપતા પોતે રૂમમાં જતો રહ્યો હતો. થોડીવાર બાદ માતા નિર્મલાબેન રૂમમાં જતાં તે એંગલમાં લટકતો જોવા મળતાં માતાએ બૂમ પાડી હતી. જેને પગલે પરિવારના તમામ લોકો દોડી ગયા હતા અને કાર્તિકને નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્‌યો હતો. જો કે અહીં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને પગલે માત્ર રાજકોટ જ નહી પરંતુ રાજયભરના સભ્ય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જાવા મળી રહ્યા છે કારણ કે, અત્યારની પેઢી ખાસ કરીને નાના સગીરથી માંડી યુવાપેઢી નાના અમથા કારણ કે, નજીવી બાબતમાં આત્મહત્યા કરવા સુધીનું અંતિમ પગલું ભરી લેતા હોય છે. નાના સગીર અને યુવાઓની આ માનસિકતા એ સભ્ય સમાજમાં ભારે ચિંતાનો વિષય બની રહી છે. અવારનવાર જાગૃતિભર્યા કાર્યક્રમો તેમ જ સામાજિક શિબિરોમાં જીવનનો અંત આણવાથી કોઇ સમસ્યાનો હલ નથી આવતો, કોઇપણ સંજાગોમાં જીંદગી સામે હારવું જાઇએ નહી સહિતની અનેક જાગૃતિ અને પ્રોત્સાહક વાતો કરવામાં આવતી હોય છે પરંતુ નવી પેઢીને કોણ જાણે કેમ આ વાત સમજાતી નથી તેવી ચર્ચાએ જાર પકડયું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY