મેટોડા જીઆઈડીસીમાંથી મળી આવેલ બોમ્બ વિસ્ફોટ ન નીકળતાં હાશકારો અનુભવતી પોલીસ

0
189

રાજકોટ,તા.૧૫
એકતરફ બે દિવસથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિવિધ કાર્યક્રમો અંતર્ગત રાજકોટની મુલાકાતે છે. બીજીતરફ શહેરની ભાગોળે આવેલા મેટોડા જીઆઇડીસીમાં બામ્બ હોવાના સમાચાર મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ બામ્બ સ્ક્વોડ સાથે દોડી ગયા હતા. તપાસ દરમિયાન અસલ બામ્બ જેવો લાગતો અને ટાઈમર લગાવેલો બામ્બ મળી આવ્યો હતો. જો કે બાદમાં આ બામ્બ નકલી હોવાનું ખુલતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. અને આ કૃત્ય આચરનારને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.
આજે સવારે એક જાગૃત કારખાનેદારે મેટોડા જીઆઇડીસી પાસે સત્યાય ટેકનો કાસ્ટ નજીક બામ્બ હોવાની માહિતી પોલીસને આપી હતી. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને બામ્બસ્ક્વાડ સાથે જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બામ્બસ્ક્વાડની તપાસ દરમિયાન દેશી બનાવટનો ટાઇમર બોમ્બ મળી આવતા બામ્બસ્ક્વોડે તે કબ્જે કરી નજીકના મેદાનમાં ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરી હતી. જા કે ત્યારબાદ આ બામ્બ બનાવટી હોવાનું ખુલતા સૌ-કોઈએ હાશકારો અનુભવ્યો હતો.
રાજકોટ જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદે જણાવ્યું હતું કે, મેટોડા જીઆઈડીસીમાંથી મળી આવેલો બામ્બ દેશી બનાવટનો ટાઇમર બામ્બ હોવાનું જણાયું હતું. પરંતુ બામ્બસ્ક્વાડ દ્વારા તપાસ થતા આ બામ્બમાંથી કોઈ એક્સપલોઝીવ મળી આવ્યું ન હતું. માત્ર ડરાવવા માટે આ પ્રકારનું કાવતરૂ કરાયું હોય તેવું લાગી રહ્યુ છે. સત્યાય ટેકનો કાસ્ટના મિટિંગ રૂમમાંથી મળેલા આ બામ્બમાં ઉપર ટાઈમરની માફક ઘડિયાળ લગાવવામાં આવી હતી. પરંતુ તેમાં કોઈપણ સરકીટ મળી નથી.
જા કે કારખાનાની તપાસ કરતા તેના મિટિંગરૂમના બાથરૂમની છત પરથી આ મટીરીયલ મળ્યું હતું. જેના પર ટાઇમર લગાવી બામ્બ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યુ છે, પરંતુ બામ્બને લગતું કોઈ મટીરીયલ મળ્યું નથી. કારખાનાના જ કોઈ માણસે આ કૃત્ય કર્યું હોય તેવું જણાતા હાલ આ કૃત્ય કોણે અને શા માટે કર્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલાની તપાસ એસઓજી ટીમને સોંપવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યુ હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY