વડાપ્રધાને પ્રોટોકોલ તોડી વિશ્વનાથ મંદિરમાં એક કલાક સુધી પૂજા-અર્ચના કરી

0
89

વારાણસી,તા.૧૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના યૂપીના પ્રવાસ પર છે. આ પ્રવાસના પહેલા દિવસે શનિવારે પીએમ મોદી પહેલા આજમગઢ ગયા અને ત્યારબાદ પોતાના સંસદીય વિસ્તાર વારાણસી પહોંચ્યા હતા. રાત્રે તે અચાનક ગેસ્ટ હાઉસથી બહાર નીકળીને હિન્દૂ યૂનિવર્સિટી કેમ્પસ ફરવા નીકળી પડ્યા હતા. પીએમ મોદીએ યૂનિવર્સિટી પરિસરમાં વિશ્વનાથ મંદિરમાં પુજા-અર્ચના કરી હતી. પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.
જા કે, પીએમ મોદી અહીંના ડીરેકા ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. રાત થઈ ગઈ હોવાના કારણે તે ગેસ્ટ હાઉસમાંથી પોતાની ગાડીમાં બહાર નીકળ્યા અને બીએચયૂ કેમ્પસ પહોંચ્યા હતા. પીએમ મોદીએ વારાણસી શહેરમાં થયેલા વિકાસ અને સૌંદરીકરણના કાર્યોને નિહાળ્યા પણ હતા.
પીએમ મોદી વારણસીના ડીરેકાથી બહાર નીકળીને સુંદરપુર, નારિયા થઈને બીએચયૂની અંદર બનેલા વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદી પોતાના કાફલાની સાથે લંકા, ગુરૂધામ, રવિન્દ્રપુરી, ભેલૂપુર, મદનપૂરા, ગોદૈલિયા, ચોક, મેદાગિન, લહુરાવીર, અંધરાપુલ, અંબેડકર ચૌરાહા, સર્કિટ હાઉસ, નદેસર, કેંટ રેલ્વે સ્ટેશન, લહરતારા થઈને પાછા રાત્રિ વિશ્રામ માટે ડીરેકા ગેસ્ટ હાઉસ પાછા ફર્યા હતા. પીએમ મોદી રાત્રે લગભગ ૧ કલાક સુધી ફરતા રહ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY