સર્વેમાં ચોંકાવનારો રિપોર્ટ: પાંડેસરા GIDCમાં 134 મિલ્કત જોખમી

0
76
પાંડેસરા GIDCની અનેક બાંધકામ જીવતા બોમ્બ જેવા
– મ્યુનિ. તંત્રએ તમામ 134 મિલ્કતોને રીપેર કરવા કે ઉતારી પાડવા માટેની નોટીસ આપી
ગત પખવાડિયામાં પાંડેસરા જીઆઈડીસીમાં આગ લાગવાના બનાવ બાદ મ્યુનિ. તંત્રએ જીઆઈડીસીની બિલ્ડીંગનો સર્વે કર્યો છે. મ્યુનિ. તંત્રએ ૨૯૪ મિલ્કતનો સર્વે કર્યો તેમાં અત્યંત ચોકાવનારૃં તથ્ય બહાર આવ્યું છે. પાડંસરા જીઆઈડીસીના અનેક એકમો જીવતા બોમ્બ જેવા હોવાનું રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે. ૨૯૪ મિલ્કતમાંથી ૧૩૪ મિલ્કત એવી છે જેને ઉતારી પાડવાની કે તાકીદે રીપેર કરવાની જરૃર છે. મ્યુનિ. તંત્રએ જોખમી મિલ્કતોને નોટીસ આપી તાત્કાલિક રીપેરીંગની કામગીરી કરવા સુચના આપી છે. જો રીપેરીંગ કે મિલ્કત ન ઉતારે તો કાયદાકીય કાર્યવાહી કરવા જણાવ્યું છે. સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં અનેક બાંધકામ વર્ષો જુના છે ઉપરાંત કેટલાક યુનિટમાં ગેરકાયદે બાંધકામ કરાયા છે. જુના બાંધકામમાં મશીનરીનો વધુ પડતું વજન હોવાથી અકસ્માતની શક્યતા વધી ગઈ છે. પાંડેસરામાં બે મીલમાં આગની ઘટના બાદ મ્યુનિ. તંત્રએ સમગ્ર જીઆઈડીસીામં સર્વેની કામગીરી હાથ ધરી હતી. મ્યુનિ.ના ઉધના ઝોનના સર્વેમાં ૨૯૪ મિલ્કતનો સર્વે કરાયો હતો. મ્યુનિ.ના સર્વેનો રિપોટમાં ૧૩૪ મિલ્કત એવી છે જેને તાત્કાલિક રીપેરીંગ કરવી કે ઉતારી પાડવાની જરૃર છે. આટલી મોટી સંખ્યામાં મિલ્કતો જોખમી હોવાથી મ્યુનિ.એ તાત્કાલિક ૧૩૪ જોખમી મિલ્કતના મિલ્કતદારોને નોટીસ ફટકારી છે. મ્યુનિ. તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જો નિયત સમય મર્યાદામાં મિલ્કત રીપેર કરવા કે ઉતારી પાડવામા ન આવે તો મ્યુનિ. તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામા આવશે. જોકે, મ્યુનિ. તંત્રના આ રિપોર્ટ બાદ પાંડેસરા જીઆઈડીસીમાં મિલ્કતની સ્ટ્રકચર સ્ટેબીલીટી સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. આટલી મોટી સંખ્યામા જોખમી મિલ્કતમાં હજારો કામદારો કામ કરી રહ્યાં છે આ જોખમી મિલ્કતમાં જો કોઈ અકસ્માત થાય તો કામદારોની મોટી માત્રામાં જાનહાની થઈ શકે તેવી ભીતી સેવાઈ રહેલી છે. ૧૩૪ મિલ્કતના સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફીકેટ મંગાશે. પાંડેસરા જીઆઈડીસીમાં ૨૯૪માંથી ૧૩૪ મિલ્કત જોખમી હોવાના રિપોર્ટ બાદ મ્યુનિ. તંત્રએ નોટીસ ફટકારવાની કામગીરી હાથ ધરી છે. મ્યુનિ.ના સર્વેમાં જોખમી જણાતી તમામ ૧૩૪૩ મિલ્કતને નોટીસ ફટકારવા સાથે સાથે મિલ્કત ઉતારવા કે રીપેર કરવાની તાકીદ કરવામાં આવી છે. જો મિલ્કતદાર મિલ્કત ઉતારે નહીં અને રિપેર કરાવે તો રીપેરીંગ બાદ સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સર્ટીફીકેટ પણ આપવું પડશે. જો રીપેરીંગ બાદ પણ જો સ્ટ્રકચરલ સ્ટેલીટી સર્ટીફીકેટ ન આપે તો મ્યુનિ. તંત્ર આવી જોખમી મિલ્કતોને ઉતારી લેશે તેવી ચીમકી પણ આપવામા આવી છે. પાંડેસરા જીઆઈડીસી મિલ્કતોનો સર્વે મ્યુનિ.એ સર્વે કરેલી મિલ્કતો : ૯૪ ઉતારવા-રિપેરીંગ મિલ્કત : ૧૩૪ નોટીસ આપેલ મિલ્કત : ૧૩૪

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY