જંબુસરના મહાપુરા ગામે આગ લાગતા અફળા તફળીનો માહોલ સર્જાયો : ઘરવખરીને નુકશાન

0
506

જંબુસર તાલુકાના મહાપુરા નવી નગરી વોર્ડ નંબર ચાર વિસ્તારમાં આવેલા તલાવડી પાસે પસાર થતાં જીબી લાઇન પર વાંદરાને કરંટ લાગતાં શોર્ટ સર્કિટ થયું અને તેમાંથી આગના તણખા ઝરતા જમીન પર પડેલ સીમમાં ઘાસ લાકડા પડેલ તેમાં આગ પ્રસરી હતી પવનના સુસવાટા ની સાથે આગ ગામ તરફ ફેલાયેલી આગ રહેણાંક વિસ્તારમાં ધસી આવતાં નવીનગરી વિસ્તારના ચારથી પાંચ ઘરમાં અસર થવા પામી હતી આગમાં ઘરની ઉપર મૂકેલા પશુ માટેનો ઘાસચારો સંપૂર્ણ બળી જવા પામ્યો હતો આગના બનાવને કારણે મહાપુરા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગમાં ભાવનાબેન ગોવિંદભાઈ જાદવ ઠાકોરભાઇ ફકીરભાઇ જાદવ હિંમતભાઇ રયજીભાઇ મકવાણા શાંતાબેન ખુમાનસગ જાદવ નાઓને નુકસાન થવા પામ્યું હતું બનાવની જાણ સરપંચ દ્વારા એક એકને કરવામાં આવતા ત્યાંથી અસંતોષકારક જવાબ મળ્યો હોય જંબુસર નગરપાલિકા વાંસેટા ઓએનજીસીને જાણ કરવામાં આવી હતી જેઓ ઘટનાસ્થળ આવી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા સદર આગ લાગ્યાની જાણ જંબુસર પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા
રિપોર્ટર: હરીન પટેલ, જંબુસર
મો.૯૪૨૭૪ ૭૯૬૪૨.


ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY