ગીર-ગઢડા,તા.૧૬
ધોકડવા રોડ પર સામ-સામે બે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨ યુવનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ૧ વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ચીખલકુબા ગામે રહેતા કલ્પેશભાઇ ધીરૂભાઇ મકવાણા તેના કાકાનાં દિકરા કનકસિંહ ભીખુભાઇ મકવાણાનાં લગ્નનો બપોરે જમણવાર હોવીથી સવારે માલ-સામાન લેવા કોડીનારનાં અરેઠીયા ગામેથી આવેલા મયુરસિંહ દડુભા ગોહીલને લઇ બંને યુવાનો બાઇક પર જઈ રહ્યાં હતા. ત્યારે ચંદ્રેશભાઇ ભવાનભાઇ બારૈયા બાઈક પર જશાધાર તરફ મજુરી કામે જઈ રહ્યાં હતા. ત્યારે બંનેનું બાઈક સામ સામે અથડાતા કલ્પેશભાઇ અને ચંદ્રેશભાઇ દુર ફંગોળાઇ ગયા હતા અને માથા તેમજ શરીરનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં બંનેના ઘટના સ્થળ પર જ મોત નિપજયાં હતાં. જયારે મયુરસિંહને પણ ગંભીર ઇજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



