ગીરમાં હાલ પરીસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે- રાજય સરકાર સિંહના રક્ષણ માટે કટીબધ્ધ

0
252

જુનાગઢ તા.૦૭, ગીરમાં વિવિધ બિમારીથી ૨૩ સિંહોના મૃત્યુ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે જુનાગઢ જિલ્લાના બિલખા ખાતે જણાવ્યું હતું કે, ગીર અને આસપાસના વિસ્તારમાં વસતા સિંહમાં બિમારી અંગે ઉચ્ચ કક્ષાના નિષ્ણાંતોની મદદથી સર્વેક્ષણ અને સિંહના લોહીના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે તેમા તમામ રીપોર્ટ નેગેટીવ હોવાથી વધારે ચિંતાનો કોઇ વિષય નથી.
ભવિષ્યમાં સિંહમાં બિમારી અંગે ઝડપથી નિદાન અને સારવાર પ્રકીયા થાય તે માટે તમામ સ્તરનું વ્યવસ્થાપન ગોઠવાઇ રહ્યું છે. ગુજરાતમાં સિંહ સલામત છે અને તેનું સ્થળાંતર નહીં થાય મુખ્યમંત્રીશ્રીએ વધુંમાં કહ્યું હતુ કે, ગુજરાત સરકાર સિંહના રક્ષણ માટે કટીબદ્ધ છે. સિંહની ચિંતા કરીને તાબડતોબ અમેરીકાથી વેક્શીન પણ મંગાવવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓ, તબીબો અને ભારત સરકારના સંકલનમાં રહીને તમામ સ્તરની કામગીરી થઇ રહી છે. ગીરમાં સિંહના સ્વાસ્થ્યને લઇને પરીસ્થિતિ નિયંત્રણમાં છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY