
મુંબઈ,તા.૩૧
વરુણ ધવને આખરે તેની બાળપણની સ્વીટહાર્ટ નતાશા દલાલ અને પોતાની લાઇફ પર તેની અસર વિશે વાત કરી હતી. અત્યાર સુધી આ એક્ટર અનેક વખત તેની ગર્લફ્રેન્ડની સાથે જોવા મળ્યો છે, પરંતુ તે આ સંબંધ વિશે મૌન જ રહ્યો હતો. જોકે, હવે એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, ‘મારો પહેલો પ્રેમ ફિલ્મ્સ છે અને મારી લાઇફમાં રહેલી દરેક વ્યક્તિ એ વાત જાણે છે. એ પછી નતાશા, મારો પરિવાર અને મારા ફ્રેન્ડ્સ આવે છે.
આ એક્ટરે વધુ જણાવ્યું હતું કે, તેની ફિલ્મ્સની પસંદગીમાં નતાશાનો કેવો પ્રભાવ છે. તેણે કહ્યું હતું કે, ‘વાસ્તવમાં મેં તેના કારણે જ ‘બદલાપુર’ કે ‘ઓક્ટોબર’ જેવી ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો હતો. તેના તેમજ અમારા કેટલાક ફ્રેન્ડ્સના કારણે જ મેં સહેજ અલગ ફિલ્મ્સ કરી છે. તેમને એ પ્રકારનું સિનેમા પસંદ છે. અમારી રિલેશનશિપ વિશે સ્પેશિયલ વાત એ છે કે, મારી પાસે એક એવી વ્યક્તિ છે કે જે માત્ર એટલા માટે મારી સાથે નથી કે, હું એક એક્ટર છું. અમે બંને એકબીજાને ઘણા સમયથી જાણીએ છીએ. એટલા માટે આ કનેક્શન ખૂબ જ મજબૂત છે. એ ફેમિલી જેવું છે.
મેઇડ ઇન ઈન્ડિયા’ના આ એક્ટરને મેરેજ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે, ‘હું મેરેજ કરીશ, પરંતુ ક્યારે કરીશ એની મને ખબર નથી.
(જી.એન.એસ)
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



