હિટલર-ઇંદિરા ગાંધીએ લોકશાહીને તાનાશાહીમાં ફેરવી નાખી હતી: જેટલી

0
77
હિટલર અને ઇંદિરા બન્નેએ વિપક્ષના નેતાઓ-સાંસદોની ધરપકડ કરાવી હતી તેવો દાવો

કટોકટીને 43 વર્ષ થયા, જેટલીએ ઇંદિરાને હિટલર સાથે સરખાવ્યા

હિટલર કરતા પણ વધુ પ્રતિબંધો ઇંદિરાએ લગાવેલા, સંસદ કાર્યવાહીના પ્રકાશન પર બેન મુક્યો હતો તેવા ભાજપના આરોપો

દેશમાં ૨૫મી જુન, ૧૯૭૫માં તત્કાલીક વડા પ્રધાન ઇંદિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવી હતી. આ કટોકટીની ૪૩મી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને ભાજપે કોંગ્રેસ પર અને ઇંદિરા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના નેતા અરુણ જેટલીએ તો ઇંદિરા ગાંધીની સરખામણી હીટલર સાથે કરી નાખી હતી. તેઓએ જણાવ્યું હતું કે હિટલર અને ઇંદિરા ગાંધી બન્નેએ બંધારણનો ઉપયોગ કરીને લોકશાહીને તાનાશાહીમાં ફેરવી નાખી હતી. અરુણ જેટલીએ ઇંદિરા ગાંધી દ્વારા ઇમર્જન્સી જાહેર કરવા અને સત્તા પોતાના હાથમાં લેવાના પ્રયાસોને હિટલર દ્વારા જે પ્રયાસો કરવામાં આવ્યા તેની સાથે સરખાવી હતી. તેઓેએ ટ્વિટરની મદદથી પોતાની વાત મુકી હતી અને જણાવ્યું હતું કે ૨૫મી જુન, ૧૯૭૫ના રોજ ઇંદિરા ગાંધીએ દેશમાં ઇમર્જન્સી જાહેર કરી હતી અને દાવો કર્યો હતો કે દેશના નાગરીકોેને ખતરો હોવાથી તેમની સુરક્ષા માટે ઇમર્જન્સી જાહેર કરવામાં આવે છે. ઇંદિરા ગાંધીએ ઇમર્જન્સી જાહેર કરવા માટે બંધારણના આર્ટિકલ ૩૫૨નો ઉપયોગ કર્યો હતો. ઇમર્જન્સી લાદીને ઇંદિરા ગાંધીએ દેશના નાગરીકોના મુળભુત અધિકારોને સસ્પેન્ડ કરી દીધા હતા અને દાવો કર્યો હતો કે વિપક્ષ દ્વારા અરાજક્તા ફેલાવવાનું આયોજન છે તેથી આ પગલુ ભરવામાં આવ્યું છે. જેટલીએ જણાવ્યું હતું કે એવી જ રીતે ૩૦મી જાન્યુઆરી, ૧૯૩૩ના રોજ જર્મનીના ચાંસેલર બનેલા હિટલરે જર્મનીનું પ્રમુખ પદ પોતાના હાથમાં લેવા માટે જર્મનીના બંધારણના આર્ટિકલ ૪૮ની મદદ લીધી હતી. આ આર્ટિકલે હિટલરને ઇમર્જન્સી લાદી સત્તા પોતાના હાથમાં લેવાની સત્તા આપી દીધી હતી. હિટલરે પણ દાવો કર્યો હતો કે જર્મનીના નાગરીકોની સુરક્ષા માટે આ પગલુ ભર્યું છે. જેટલીએ જણાવ્યું હતું કે ઇંદિરા ગાંધી અને હિટલર બન્નેએ સત્તાને પોતાના હાથમા લેવા માટે બંધારણનો ઉપયોગ કર્યો હતો અને લોકશાહીને તાનાશાહીમાં ફેરવી નાખી હતી. જેટલીએ ઇંદિરા ગાંધી અને હિટલરની વધુ સરખામણી કરતા જણાવ્યું હતું કે હિટલરે વિપક્ષના મોટા ભાગના સાંસદોની ધરપકડ કરાવી હતી. તેવી જ રીતે ઇંદિરા ગાંધીએ પણ અનેક વિપક્ષના નેતાઓ અને સાંસદોની ધરપકડ કરાવી હતી. સાથે જેટલીએ એવો પણ દાવો કર્યો હતો કે ઇંદિરા ગાંધીએ એવંુ પણ કર્યું હતું કે જે હિટલરે નહોતું કર્યું. ઇંદિરા ગાંધીએ સંસદની કાર્યવાહીના મીડિયામાં પ્રકાશન પર પ્રતિબંધ મુકી દીધો હતો. આમ ઇંદિરા ગાંધીએ હિટલર કરતા પણ વધુ પ્રતિબંધો લગાવ્યા હતા તેવા દાવા જેટલીએ કર્યા હતા. કટોકટી લાગુ કરનારો પક્ષ કોંગ્રેસ હવે લોકશાહીની વાતો કરે છે : યોગી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે જે કોંગ્રેસે ૧૯૭૫માં કટોકટી લાગુ કરી હતી તે હવે આજે લોકશાહીની વાતો કરી રહી છે. યોગીએ જણાવ્યું હતું કે ૪૩ વર્ષ પહેલા જે પક્ષે આવુ પગલુ ભર્યું હતું તે હવે લોકશાહીની વાતો કરવા લાગ્યો છે. કોમવાદીઓ આજે શાંતી અને ભાઇચારાની વાતો કરે છે. ભ્રષ્ટાચારીઓ મુલ્યોની વાતો કરે છે. યોગીએ સાથે આગામી દિવસોમાં યોજાનારા કુંભ મેળાને સફળ બનાવવા માટે સંસ્કાર ભારતીને અપીલ કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY