ગિરનાર પર્વત, જંગલમાં આભ ફાટયું, વધુ ૧૭ ઈંચ વરસાદ

0
97
રાત્રી દરમ્યાન ૧૨ તથા સવારે ત્રણ કલાકમાં ૫ ઈંચ

રાણકદેવીના થાપા નજીક ગિરનારની સમથળ સીડી પર ભરાયું કમર સુધી પાણી, પગથિયા પર વહ્યો નદી જેવો પાણીનો પ્રવાહ

જૂનાગઢના ગિરનાર જંગલ તથા પર્વત વિસ્તારમાં ગત સાંજથી આજે સવાર સુધીમાં જાણે આભ ફાટયું હોય તેવો વરસાદ પડયો હતો અને રાત્રી દરમ્યાન બાર તેમજ આજે સવારે ત્રણ કલાકમાં પાંચ ઈંચ વરસાદ મળી કુલ ૧૭ ઈંચ વરસાદ પડતા પાણી પાણી થઈ ગયું હતું. જૂનાગઢના ગિરનાર જંગલ તથા પર્વત પર મેઘરાજા વિશેષ હેત વરસાવી રહ્યા છે. ગઈકાલે સવારથી સાંજ સુધીમાં સાત ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ પણ ધોધમાર વરસાદ ચાલુ જ રહ્યો હતો. જંગલ તથા પર્વત વિસ્તારમાં આભ ફાટયું હોય તેમ સાંજથી માંડી સવારે સાત વાગ્યા સુધીમાં ૪૨૫ મી.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે સાત વાગ્યાથી સાડા દસ વાગ્યા દરમ્યાન ધોધમાર પાંચ ઈંચ વરસાદ પડયો હતો. આમ ગત સાંજથી માંડી આજે બપોર સુધીમાં ગિરનાર- દાતાર જંગલ તથા પર્વત ક્ષેત્રમાં કુલ ૧૭ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું વનતંત્રના કંટ્રોલ રૃમમાં નોંધાયું હતું. રાત્રીના થયેલા ભારે વરસાદથી જ દસ ફુટ બાકી રહેલો વિલીંગ્ડન ડેમ વહેલી સવારે ઓવરફ્લો થઈ ગયો હતો અને કાળવામાં પણ પૂર આવતા જુનાગઢની મધ્યમાં આવેલું નરસિંહ સરોવર પણ છલકાઈ ગયું હતું. ગિરનાર પર થયેલા ભારે વરસાદથી રાણકદેવીના થાપા પાસે પગથિયા સમથળ છે. ત્યાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા અને સીડી પર તો નદી વહેતી હોય તેવો પાણીનો પ્રવાહ વહ્યો હતો. ભારે વરસાદથી ગિરનાર જંગલમાં પાણી-પાણી થઈ ગયું હતું. પરંતુ વન્ય પ્રાણીઓ સલામત સ્થળે હોવાનું વનતંત્રએ જણાવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY