ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષે દુષ્કર્મ કર્યાનો સુરતની યુવતીનો આક્ષેપ

0
10
જયંતિભાઇ ભાનુશાળીએ કૉલેજમાં એડમીશન અપાવવાના બહાને દુષ્કર્મ કરી વિડીયો પણ બનાવી વારંવાર શોષણ કર્યું
– એપ્રિલ મહિનામાં યુવતિ પાસે જયંતિભાઇ ભાનુશાળીની ઓળખતી નથી તેવી અરજી પર સહી કરાવી લેવાઇ હતી

જોકે, યુવતીના દર્શાવાયેલા સરનામે તે નામની કોઇ યુવતી રહેતી નથી: કાપોદ્રા પોલીસે હવે યુવતીની શોધખોળ આરંભી
સુરતની ૨૧ વર્ષીય યુવતિએ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઇ ભાનુશાળી વિરુધ્ધ દુષ્કર્મ કર્યાનો આક્ષેપ કરતી અરજી પોલીસને કરતા ચકચાર મચી છે. જોકે, કાપોદ્રા પોલીસે આ અંગે કરેલી તપાસ વેળા યુવતીનું જે સરનામું અરજીમાં દર્શાવાયું છે ત્યાં તે નામની કોઇ યુવતી મળી નહોતી. સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીએ મંગળવારે સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં એક અરજી કરીને આક્ષેપ કર્યો હતો કે, ધોરણ-૧૨ કર્યા બાદ ફેશન ડીઝાઇનીંગમાં સારી કૉલેજમાં એડમીશન મેળવવા એક પરિચિત મારફત ગુજરાતના ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઇ ભાનુશાળીને નવેમ્બર-૨૦૧૭માં અમદાવાદ ખાતે મળી હતી. તે વેળા અમદાવાદથી ગાંધીનગર કારમાં લઇ જતી વેળા જયંતિભાઇએ કાર હાઇવે રોડની બાજુમાં ખેતરમાં ગયા હતા. અને એડમીશન કંઇ એમ જ થોડા થઇ જાય તેમ કહીને તેને નીચે પાડી દઇને બળાત્કાર ગુજાર્યો હતો. તે વેળા તેમની પાસે એક ચપ્પુ હતું. તેમનો ડ્રાઇવર અને અન્ય એક શખ્સના હાથમાં બંદૂક હતી. તેમણે દુષ્કર્મનો વિડીયો પણ બનાવી લીધો હતો. વિડીયો શુટીંગના આધારે બાદમાં યુવતીને અવારનવાર બોલાવી જયંતિભાઇ બળાત્કાર ગુજારતા હતા. અને તા.૨૪ એપ્રિલે તેમના માણસો યુવતીના ઘરે પહોંચ્યા હતા. અને તેમણે ‘હું કોઇ જયંતિભાઇ ભાનુશાળીને ઓળખતી નથી તેવી અરજી ઉપર બળજબરીથી સહી કરાવી હતી. તેમજ એક લાલ ચોપડામાં પણ સહી કરાવી હતી. જયંતિભાઇના માણસોએ યુવતીને એક પેનડ્રાઇવ આપી હતી જેમાં યુવતીના અને જયંતિભાઇનો વિડીયો હતો. આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરતી અરજી પોલીસ કમિશ્નરને કરાતા તેની તપાસ કાપોદ્રા પી.આઇને સોંપાઇ હતી. કાપોદ્રા પી.આઇ આર.એલ.દવેએ આજે અરજીમાં યુવતીનું જે સરનામું હતું ત્યાં જઇ તપાસ કરતા તે સ્થળે તે નામની કોઇ યુવતી રહેતી ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ હાલ આ યુવતીને શોધી રહી છે એમ પી.આઇ દવેએ જણાવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY