ગીર-સોમનાથ,તા.૨૫
ગીર-સોમનાથમાં સિંહની સતામણીનો એક વીડિયો વાયરલ થયો છે. સિંહણ સાથે તેનો પરિવાર હાઈવેની સાઈડમાં જઈ રહ્યો છે. તે સમયે કેટલાક કાર ચાલક શખ્સોએ સિંહ પરિવાર પાછળ કાર દોડાવી અને પજવણી કરી. આ વીડિયો સોમનાથ હાઈ-વે પરનો વીડિયો હોવાની આશંકા છે.
જાકે અહીં મનુષ્ય જંગલના રાજાને પરેશાન કરી રહ્યો છે. તેના પરથી પણ એ સવાલ ઉઠી રહ્યો છે કે, એક જાનવરને જ્યારે મનુષ્ય પરેશાન કરે તો તેનો ઉલ્લેખ શેમાં કરવો. જાકે આ મામલે વનવિભાગે પણ તપાસ કરવાની જરૂર છે અને પજવણી કરનાર શખ્સો કોણ છે. તેમને ઝડપીને કાર્યવાહી કરવી જાઈએ.
સમગ્ર એશિયામાં એક માત્ર એશિયાટિક લાયનનું આશ્રય સ્થાન એટલે સાસણગીર. આ જગ્યા જેટલી એશિયાટિક લાયનના નિવાસસ્થાન માટે પ્રખ્યાત છે તેટલી જ તે અવારનવાર વિવાદોથી પણ પ્રખ્યાત છે. ક્યારેક સિંહોને રંજાડતી પ્રવૃતિથી સાસણગીર ચર્ચાને ચકડોળે ચડે છે તો ક્યારેક સિંહોના આકસ્મિક અવસાનથી તે ચર્ચામાં આવે છે.
વાત ગેરકાયદેસર લાયન શોની હોય કે, વાત સિંહનો જન્મદર વધ્યાના વધામણાની હોય સાસણ હમેંશા ચર્ચાતું નામ રહ્યું છે, પરંતુ આ જે આપણે સાસણમાં સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે કરાયેલા એક પ્રયાસની વાત કરવી છે. કેમ કે, એક નવતર અભિગમ રૂપે નેશનલ પાર્ક માં ૪૫ કરતા પણ વધારે કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
વનતંત્ર દ્રારા જંગલમાં ગોઠવવામાં આવેલા આ કેમેરા દિવસ અને રાત્રીના સમયના ફોટો લઇ શકે તેવી ટેકનોલોજી ધરાવે છે. વન વિભાગની દેખરખ હેઠળ આ કેમેરા કામ કરી રહ્યા છે. જેમાં ૧૬જીબીનું મેમરી કાર્ડ રાખવામાં આવ્યું છે. આ સેન્સર કેમેરા પ્રાણીઓની તમામ અવરજવરના ફોટો પાડી સંગ્રહ કરી રાખે છે અને દર ૬ દિવસ બાદ આ ફોટોને કેમેરામાંથી લઇ સિંહો સહિતના તમામ પ્રાણીઓની હિલચાલ ઉપર નજર રાખવું શક્્ય બન્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



