વરાછા હિરાબાગ અને ડિંડોલી સનસિટી રો હાઉસમાં ચોરી

0
22

સુરત, તા. ૬
વરાછા હિરાબાગ અને ડીંડોલી સનસિટીરો હાઉસ ખાતે ઘરફોડ ચોરીના બે બનાવો મળી કુલ્લે ૧.૨૪ લાખની મતા ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલમાં પૂણા બોમ્બે માર્કેટ રોડ રેણુકા ભવન એપાર્ટમૈન્ટમાં ભાવેશ માનપરા રહે છે. તેમની એક દુકાન વરાછા હીરાબાગ સર્કલ એમ. કે. કોમ્પલેક્ષમા઼ આવેલી છે. ગતરોજ તેમની દુકાનમાં બે પાતળા બાંધાના ઈસમોએ દુકાનનું શટર ઊંચુ કરી લેપટો, રોકડા રૂ. ૬૫ હજાર મળી કુલ્લે ૮૫ હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયચા હતા. બીજા એક ચોરીના બનાવની વિગતો એવી છે કે, ડીંડોલી સનસિટી રો હાઉસ પ્લોટ નંબર-૧૬૭માં મનિષભાઈ શ્રીમંતભાઈ કામલેઉ રહે છે. તેઅો પોતે કોન્ટ્રાક્ટર છે. ગત ૪થી ડિસેમ્બરના રોજ અજાણ્યો ઈસમ તેમના ઘરમાં ઘૂસી જઈ લટકાવેલા પેન્ટમાંથી રોકડા રૂ.ï ૩૨,૫૦૦/- તથા ૭ હજાર રૂ.ની કિ઼મતનો મોબાઈલ ફોન મળી કુલ્લે ૩૯,૫૦૦/-ની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતો. વરાછા અને ડીંડોલી પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY