મોદી સરકાર પર ચીની મીડિયા આફરિન
ન્યુ દિલ્હી,તા.૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાં આવ્યાને ચાર વર્ષ થઈ ગયા છે. આવામાં ભારત જ નહીં ઘણા દેશોના મીડિયા તેમના કાર્યકાળની સમીક્ષા કરી રહ્યાં છે. આ જ સંદર્ભમાં પડોશી દેશ ચીનના સરકાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે આર્થિક સુધારણાને મોદી ગવર્નન્સનું સૌથી મહત્વનું પાસું ગણાવ્યું. અખબારમાં પ્રકાશિત એક લેખમાં ઝડપી આર્થિક વિકાસ અને દેશના ઘણા રાજયોમાં થયેલી ચૂંટણીમાં ભાજપની શાનદાર જીતના કારણે નરેન્દ્ર મોદીને આધુનિક ભારતીય ઈતિહાસના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં ગણવામાં આવી રહ્યાં છે.
નેશનલ ડેવલપેન્ટ એન્ડ રિફોર્મ કમિશનમાં ઈન્ટરનેશનલ કો-ઓપરેશન સેન્ટરના એસોસિએટ માઓ કીઝીએ લખ્યું છે કે, ચાર વર્ષના કાર્યકાળ બાદ પણ ભારતમાં આ સવાલ પૂછાઈ રહ્યો છે કે, ‘શું મોદી ભારત માટે સારા છે?’ આવામાં પક્ષ અને વિપક્ષમાં વિવાદ થઈ રહ્યાં છે. લેખમાં નોબેલ પુરસ્કાર વિજેતા અને અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. જણાવી દઈએ કે, સેને હાલમાં જ તેમના પુસ્તક ‘ભારત અને તેના વિરોધાભાસ’ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, ‘સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. આ સરકાર(મોદી સરકાર)ના આવ્યા પહેલા જ સ્થિતિ બગડવા લાગી હતી. આપણે શિક્ષણ અને સ્વાસ્થ્યની દિશામાં પૂરતું કામ કર્યું નથી અને ૨૦૧૪ બાદ આ સેકટર્સમાં આપણે ખોટી દિશામાં આગળ વધ્યા છીએ.
ભારતમાં આગામી સામાન્ય ચૂંટણીમાં એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. આવામાં એ સમજવું મહત્વપૂર્ણ છે કે, મોદી અને તેમની નીતિઓ અંગે ભારતીયોના શું મત છે કારણ કે આના પર જ દેશનું ભવિષ્ય નિર્ભર કરે છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી અંગે પેદા થયેલા વિવાદ મુખ્યપણે રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક રહ્યાં છે. આનાથી તેમની ઈમેજ હાર્ડલાઈન હિન્દુત્વ એજન્ડાને આગળ વધારનારી બની છે.જોકે, આમાથી એકપણ મુદ્દો એટલો મહત્વપૂર્ણ નથી જેટલો આર્થિક મુદ્દો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



