કુલદીપક ડોક્ટર દીકરાએ જનેતા એક વર્ષ નાનકડી રૂમમાં રાખી !

0
131

સુરત શહેરના પોશ વિસ્તારમાં કાર્યરત તબીબે પોતાની વૃદ્ધ જનેતાને ટી.બી.ની બીમારીના બહાના હેઠળ એક વર્ષથી નાનકડી ઓરડીમાં પુરી રાખતા વૃદ્ધાએ ૧૮૧ હેલ્પલાઈન પર મદદ માંગી હતી. મહિલા હેલ્પલાઈનના કાઉન્સીલરે વિધવા વૃદ્ધાને કેદમાંથી મુક્ત કરાવતા વૃધ્ધા એ સગા દીકરાને છોડી પિતરાઈ પરિવાર સાથે વતનમાં રહેવાની માંગણી કરતાં હેલ્પલાઈન ટીમ પણ અચંબો પામી હતી. 
મહેસાણાના નાનકડા ગામનો પરિવાર એકના એક દીકરાને પેટે પાટા બાંધીને ભણાવી તબીબ બનાવે અને એ જ તબીબી જ્ઞાનના ઓથા હેઠળ એ દીકરો વિધવા જનેતાને એક વર્ષ રૂમમાં ગોંધી રાખે ત્યારે ભલભલો કઠણ કાળજાનો માણસ પણ દ્રવી ઊઠે એ સહજ છે. સુરતમાં બનેલી આ ઘટનામાં ૧૮૧ની ટીમે પ્રશંસનીય કામગીરી બતાવી પરિસ્થિતી થાળે પાડી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત ૧૮૧ હેલ્પલાઈન પર ૬૮ વર્ષના વૃદ્ધા રેખાબેન નો કૉલ આવ્યો હતો. વૃદ્ધાએ ફોન પર જણાવેલ વ્યથા મુજબ એમના એકના એક તબીબ દીકરાએ એમને છેલ્લા એક વર્ષથી વધુ સમયથી એક નાનકડી રૂમ માં પુરી રાખ્યા છે.
કૉલની પ્રતિક્રિયા રૂપે ૧૮૧ની ટીમ વૃદ્ધાએ બતાવેલા સ્થળ પર પહોંચી હતી. જ્યાં વૃદ્ધ મહિલા અને તબીબ દીકરાના નિવેદનમાં હૃદયદ્રાવક પરિસ્થિતિ જાણવા માં આવી હતી.
રમાંબેન (નામ બદલ્યું છે)ના પતિનું લગભગ ૧૦ વર્ષ પહેલા નિધન થયું થતા તેઓ દીકરાના ઘરે એકલવાયું જીવન જીવતા હતા. એક વર્ષ અગાઉ એમને ખાંસી થતાં તબીબ દીકરાએ એમને પોતાના ક્લિનિકના એક નાનકડા રૂમમાં રાખ્યા હતા. ટી.બી.ની બીમારીના બહાના હેઠળ છેલ્લા એક વર્ષથી એક નાની ઓરડીમાં પુરી રખાયેલ રમાંબેને અનેક વિનંતી કરવા છતાં તબીબ દીકરો ઘરે ના લઈ જતાં આખરે ૧૮૧ પાસે મદદ માંગી હતી.
આજના ઝડપી યુગમાં પરિવારવ્યવસ્થા સામે પ્રશ્નાર્થ સમી આ ઘટનાએ ૧૮૧ની ટીમને વિચારતી કરી મૂકી હતી. એકનો એક દીકરો કે જેને માતા પિતાએ તબીબી શિક્ષણ આપ્યું હોય એ જ પોતાના માતાને પુરી રાખતો હોય ત્યારે ઘટનાને સમાજ માટે લાલબત્તી સમાન જ ગણવી રહી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY