ન્યુ દિલ્હી,તા.૨૫
મજબૂત વૈશ્વિક વલણ અને સ્થાનિક જ્વેલરી વેપારીઓની ખરીદી વધવાથી દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાની કિંમત ૨૫૦ રૂપિયા વધી ૧૦ ગ્રામ દીઠ ૩૦,૯૦૦ રૂપિયા પર પહોંચી છે. ઔદ્યોગિક એકમો અને સિક્કાના ઉત્પાદકોનું દબાણ વધવાથી ચાંદીની કિંમત પણ ૪૦૦ રૂપિયા મજબૂત થઈ કિલોગ્રામ દીઠ ૩૮,૨૫૦ રૂપિયા પર પહોંચી છે.
ગઈકાલના વ્યાપારમાં સોનામાં ૩૦ રૂપિયાનો વધારો થયો હતો. જાકે, ૮ ગ્રામ વાળી લગડી પ્રતિ એકમે ૨૫,૫૦૦ રૂપિયા પર સ્થિર રહીં. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ તેજી જાવા મળી હતી. ચાંદી અત્યારે ૪૦૦ રૂપિયા ઉછળી કિલોગ્રામ દીઠ ૩૮,૨૫૦ રૂપિયા અને અઠવાડિક ડિલીવરી ૩૮૦ રૂપિયા વધી કિલોગ્રામ દીઠ ૩૭,૦૦૦ રૂપિયા રહીં હતી. જાકે, ચાંદીના સિક્કાની ખરીદી અને વેચાણની કિંમત અનુક્રમે સો દીઠ ૭૨,૦૦૦ રૂપિયા અને ૭૩,૦૦૦ રૂપિયા રહીં.
“રક્ષાબંધન” પહેલા સ્થાનિક ઝવેરીઓ અને રીટેઈલર્સની અવિરત ખરીદીથી સોનાની કિંમતમાં તેજી રહીં. રાષ્ટÙીય રાજધાનીમાં ૯૯.૯ ટકા અને ૯૯.૫ ટકા શુદ્ધતાવાળું સોનુ અનુક્રમે ૨૫-૨૫૦ રૂપિયા વધી ૧૦ ગ્રામ દીઠ ૩૦,૯૦૦ રૂપિયા અને ૩૦,૭૫૦ રૂપિયા રહ્યું.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




