સુરત,તા.૨૭
સુરતના વેસુ વિસ્તારમા રહેતા રીટા ચાંદકએ રીંગરોડ વિસ્તારમા દુકાન ખરીદી હતી. આ દુકાનનો દસ્તાવેજ તેમને એડવોકેટ ડો.અરુણ લાહોટીને કરાવવા આપ્યો હતો. જા કે રીટાબેન ધનીક હોવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિની કલાકૃત્રિ જળવાય રહે તે ઉદ્રેશથી તેમને આ દસ્તાવેજ ચાંદીમા કરાવવા માટે જણાવ્યુ હતુ. જે વાત રીટાબેનએ માની દસ્તાવેજ ચાંદીમા બનાવવાનુ નક્કી કર્યુ હતુ. શરુઆતમા તેઓએ આ અંગે નાનપુરા બહુમાળી ખાતે આવેલી રજીસ્ટાર ઓફિસમા જાણ કરી હતી અને તેમને ડુપ્લીકેટ ચાંદીનો દસ્તાવેજ બનાવી આપ્યો હતો.
રજીસ્ટાર કચેરી દ્વારા લીલીઝંડી આપી દેવામા આવી હતી. જેથી રીટાબેનએ આ દસ્તાવેજ બનાવવા માટે આપી દીધો હતો. ત્રણ થી ચાર મહિનાની મહેનત બાદ આ દસ્તાવેજ બનાવવામા આવ્યો હતો. અઢી કિલો ચાંદી, ૧૦ ગ્રામ સોનુ તથા ૨૦૦ નંગ અમેરિકન ડાયમંડની મદદથી આ દસ્તાવેજ તૈયાર કરવામા આવ્યો હતો. જેની કિંમત ૧.૮૧ લાખ આંકવામા આવી રહી છે. અત્યાર સુધી આ રીતનો દસ્તાવેજ કોઇએ બનાવ્યો નથી, જેથી તેની નોંધણી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામા કરાવવામાં આવી હતી. જેના પ્રેસિડન્ટ પાવન સોલંકી પણ સુરત આવી પહોચ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





