મુંબઈ હુમલાની વરસીના એક દિવસ બાદ કચ્છ સરહદે પાકિસ્તાની બોટ મળી આવી

0
10

કચ્છ,તા.૨૭
૨૬ નવેમ્બરના રોજ મુંબઈ પર થયેલા હચમચાવી દે તેવા આતંકી હુમલાની દસમી વરસી હતી. આખા ભારતના લોકોએ આ દિવસને એક દુખદ ઘટના તરીકે યાદ કર્યો હતો. આ કૃત્યને અંજામ આપવા માટે પાકિસ્તાની આતંકીઓ ગુજરાતની દરિયાઈ સીમા પરથી ભારતમાં ઘૂસ્યા હતા, અને મુંબઈ સુધી પહોંચ્યા હતા. ત્યારે હવે આ હુમલાના એક દિવસ બાદ કચ્છની સરહદ પરથી બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવી છે. જેને કારણે બીએસએફનું તંત્ર દોડતું થયું છે.
મુંબઈમા ૨૬ નવેમ્બરના રોજ થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનીઓ દરિયાઈ સરહદથી ગુજરાતમાં ઘૂસ્યા હતા. તેમણે પોરબંદરની કુબેર નામની બોટનું અપહરણ કરીને તેના ૬ ખલાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, અને બાદમાં મુંબઈ જવા રવાના થયા હતા. ત્યારે હવે આજે કચ્છના સરહદ પર બિનવારસુ પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. કચ્છના સરક્રીકના સંવેદનશિલ એવા વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાવાથી બીએસએફનું તંત્ર દોડતું થયું છે. બીએસએફના પેટ્રોલીંગ દરમિયાન ઝડપાઇ પાકિસ્તાની બોટ ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. જેમ કે, બોટમાં કોણ સવાર હતું અને અને કિયા ઉદ્દેશથી ભારતીય સીમામાં પાકિસ્તાની બોટ પ્રવેશી તેની સઘન તપાસ શરૂ કરાઈ છે.
હાલ બીએસએફ તથા અન્ય એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે. આ બોટ કેવી રીતે અંદર આવી તેની તપાસ ચાલુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY